Ind vs NZ : ભારતે રચ્યો ઇતિહાસ, T-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો 5-0થી સફાયો

માઉન્ટ મુંગુની : ન્યૂઝીલેન્ડના માઉન્ટ મુંગુની ખાતે રમાયેલી પાંચ મેચની T -20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 7 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે ન્યુઝીલેન્ડનો 5-0થી વ્હાઇટ વૉશ કર્યો હતો. માઉન્ટ મુંગુની ખાતે રમાયેલી પાંચમી T -20 મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ 163 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ 156 રન બનાવી શકી હતી અને ભારતે મેચ જીતી લીધી હતી. પ્રથમ વખત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T -20 શ્રેણી રમવામાં આવી હતી, જેમાં ભારતે શ્રેણીની તમામ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

મેચમાં પહેલાં બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ પેવેલિયન પરત ફરતા પહેલા 60 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કે.એલ રાહુલે 45 રનનું યોગદાન આપ્યું હતું અને શ્રેયસ અય્યરે અણનમ 33 રન બનાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ