બીજી વન-ડેમાં ભારતનો 22 રને પરાજય, ન્યૂઝીલેન્ડની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ

ઓકલેન્ડ : માર્ટિન ગુપ્ટિલ (79) અને રોસ ટેલર (અણનમ 73)ની અડધી સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી વન-ડેમાં 22 રને વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થયું હતું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. બંને વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે 11 ફેબ્રુઆરીએ રમાશે.

મયંક અગ્રવાલ 3 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો એ આક્રમક 6 ફોર ફટકારી આક્રમક શરુઆત કરી હતી. જોકે તે 24 રન બનાવી બોલ્ડ થયો હતો. વિરાટ કોહલી (15), લોકેશ રાહુલ (4), કેદાર જાધવ (9) સસ્તામાં આઉટ થતા ભારતે 96 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઐયરે 57 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 52 રન બનાવ્યા હતા. સંકટ સમયે જાડેજાએ બાજી સંભાળી હતી. જાડેજાએ નવદીપ સૈની (45) સાથે આઠમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી મેચ જીવંત બનાવી હતી. આ પછી જાડેજાએ 55 રન બનાવી લડત આપી હતી પણ મેચ જીતાડી શક્યો ન હતો.

રિલેટેડ ન્યૂઝ