મોંઘવારી છ વર્ષની ટોચે: 7.59 ટકા

નવી દિલ્હી તા.12
ગત કેટલાંક અઠવાડિયામાં આવેલા આર્થિક આંકડાઓ જોતા એવું લાગી રહ્યું હતું કે હવે દેશની અર્થવ્યવસ્થા સુધરવા લાગી છે, પણ બુધવારના રોજ મોંઘવારી
અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓએ ફરી એકવખત સરકારની ચિંતામાં વધારો કર્યો છે. ખાણીપીણીની ચીજવસ્તુઓ મોંઘી થવાના કારણે જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 7.59% પર પહોંચી ગયો કે જે ગત 6 વર્ષમાં ઉચ્ચસ્તર પર છે. સતત છઠ્ઠા મહિને આ રીતે મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં આઈઆઈપી ગ્રોથ (વૃદ્ધિ)
ઘટીને 0.5% રહી, જે નાણાકીય વર્ષ 2018-19ના સમાન સમયગાળામાં 4.7% હતો. એનએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ખાદ્ય ફુગાવો ઘટીને 13.63% રહ્યો જે ડિસેમ્બર 2019માં 14.14% રહ્યો હતો.સેક્ધડ હેન્ડ કાર ખરીદીએ તો છઝઘમાં લાઈફટાઈમ ટેક્સ ભરવો પડે?
મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્રને બુધવારે બેવડો ઝટકો લાગ્યો છે. જાન્યુઆરીમાં રિટેલ ફુગાવોનો દર વધીનો 7.59% રહ્યો, જે ડિસેમ્બર 2019માં 7.35% ટકા રહ્યો હતો. મોંઘવારી દરમાં આ વધારો ખાદ્ય પદાર્થો જેવા શાકભાજી, દાળ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ મોંઘી થવાને કારણે થયો છે.
જાન્યુઆરી 2019માં મોંઘવારી દર 2.05% રહ્યો હતો. જાન્યુઆરીમાં મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્ક (છઇઈં)ના 4%ના લક્ષ્યથી ઘણો ઉપર રહ્યો છે.
તો ડિસેમ્બરમાં ઉદ્યોગોની ગતિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઔદ્યોગિકના ઉત્પાદનનો વૃદ્ધિ દર ડિસેમ્બરમાં 0.3% ઘટીને 2.5% ટકા રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન ઘટવાને કારણે આ ઘટાડો નોંધાયો છે.
વિજળી ઉત્પાદન ઘટીને 0.1 ટકા રહ્યો, જ્યારે ડિસેમ્બર 2018માં તેમાં 4.5 ટકાનો વધારો નોંધાયો હતો.
ખનન ક્ષેત્રના ઉત્પાદનમાં 5.4%નો વધારો જોવા મળ્યો, જ્યારે તેમાં પહેલા 1 ટકાનો ઘટાડો થયો હતો.
ચાલૂ નાણાકીય વર્ષ એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 0.5% રહ્યો જે નાણાકીય વર્ષ 2018-19ના સમાન સમયગાળામાં 4.7% હતો.
એનએસઓ દ્વારા જારી આંકડા પ્રમાણે, ખાદ્ય ફુગાવા ઘટીને 13.63% રહ્યો, જે ડિસેમ્બર 2019માં 14.14% રહ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ