પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થશે, આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન

નવી દિલ્હી: પવિત્ર અમરનાથ યાત્રાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ યાત્રાની શરૂઆત 23 જૂનથી થશે અને તેનુ સમાપન 3 ઓગસ્ટના રોજ થશે. આ યાત્રા 42 દિવસ સુધી ચાલશે. આ દિવસે રક્ષાબંધન પણ આવે છે. ગત વખતે આ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી. રસપ્રદ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ આ પહેલી અમરનાથ યાત્રા છે. યાત્રા શરૂ ખવાનો નિર્ણય અમરનાથજી શ્રાઈન બોર્ડની મીટિંગમાં થયો. આ મીટિંગની અધ્યક્ષતા ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ કરી રહ્યાં હતાં. 

જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમનું રજિસ્ટ્રેશન એક એપ્રિલથી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે વચમા કાશ્મીરની ચાલી રહેલી કેટલીક મુશ્કેલીઓને જોતા થોડા સમય માટે અમરનાથ યાત્રા ઉપર પણ અસર પડી હતી. પરંતુ હવે આ યાત્રા ફરીથી શરૂ થવા જઈ રહી છે. 23 જૂનના રોજ જગન્નાથ યાત્રા પણ શરૂ થશે. યાત્રા શ્રાવણી પૂનમ (રક્ષા બંધન)ના દિવસે એટલે કે 3 ઓગસ્ટના રોજ પૂરી થશે. 

રિલેટેડ ન્યૂઝ