વિજય માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને બેંકોને કહ્યું- તાત્કાલિક તમારા પુરા પૈસા પાછા લઇ લો

લંડન તા.14
ભાગેડૂ દારૂના બિઝનેસમેન વિજય માલ્યાએ ગુરૂવારે બ્રિટીશ હાઇકોર્ટમાં હાજરી દરમિયના હાથ જોડીને કહ્યું કે ભારતીય બેન્ક તાત્કાલિક પોતાના પૈસા પરત લઇ લે. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસની બહાર વિજય માલ્યાએ નિવેદન આપતાં કહ્યું કે મૂળધનના 100 ટકા ભારતીય બેન્કને પરત આપવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે ઇડી અને સીબીઆઇએ તેમની સાથે સારો વ્યવહાર કર્યો નથી.
જોકે, કિંગફિશર એરલાઇન્સના પૂર્વ માલિક 64 વર્ષીય વિજય માલ્યા પર ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડ્રીંગનો આરોપ છે, જેની તપાસ ઇડી અને સીબીઆઇ કરી રહી છે. કથિત રીતે માલ્યા પર 9,000 કરોડ રૂપિયાની બેન્ક લોન છે.
વિજય માલ્યાએ કહ્યું કે ઙખકઅ હેઠળ તેમણે કોઇ ગુનો કર્યો નથી. પરંતુ બેન્કોની આ ફરિયાદ પર કોઇ ’હું ચૂકવણી કરી રહ્યો નથી’, ઇડીએ મારી સંપત્તિ કુર્ક કરી લીધી.
વિજય માલ્યાએ ઇડી પર આરોપ લગાવતાં કહ્યું કે ઇડી પૈસા લેવાની ના પાડી રહ્યો છે જ્યારે તે પુરા પૈસા આપવા માટે તૈયાર છે. વિજય માલ્યાએ કહ્યું કે અમારી પાસે આ સંપત્તિઓ પર દાવો છે. એટલા માટે એક તરફ ઇડી અને બીજી તરફ બેન્ક એક જ સંપત્તિ પર લડી રહ્યા છે. વિજય માલ્યાએ કહ્યું કે ચાર વર્ષથી તે મારી સાથે જે કરી રહ્યા છે, તે અયોગ્ય છે. તો પ્રોસિક્યૂશને કહ્યું કે વિજય માલ્યા વિરૂદ્ધ 32 હજાર પેજના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
વિજય માલ્યા પ્રત્યર્પણ વોરન્ટને લઇને જામીન પર છે. તેના માટે આ જરૂરી નથી કે તે સુનાવણીમાં ભાગ લે, પરંતુ તે કોર્ટમાં આવી રહી છે. ભારત પરત જવા વિશે વિજય માલ્યાએ કહ્યું કે મને તે જગ્યા જોઇએ જ્યાં મારો પરિવાર છે.

રિલેટેડ ન્યૂઝ