Women T20 WC: પહેલી મેચમાં રોમાંચક જીત પર હરમનપ્રીતે કહ્યું, અમને જીતનો વિશ્વાસ હતો

સિડની: ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (Women T20 World Cup)ની પહેલી મેચમાં વુમન ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 17 રનથી રોમાંચક જીત પ્રાપ્ત કરી લીધી છે. ભારતીય મહિલા ટીમે ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાને 133 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ ભારતીય બોલરોએ મેજબાનોને આ ટાર્ગેટ હાંસલ કરવા ન દીધો. મેચ બાદ કેપ્ટન હરમનપ્રીતે કહ્યું કે અમને જીતનો વિશ્વાસ હતો. 

મેચ બાદ હરમનપ્રીતે કહ્યું કે પહેલી મેચ જીતીને ખૂબ સારું લાગે છે. જાણતી હતી કે આ ટ્રેકમાં કંઇ છે જેનો અમને ફાયદો મળી શકે છે. ખબર હતી કે જો અમે 140 રનનો સ્કોર બનાવી શકીએ છીએ તો અમારા બોલર તેને ડિફેન્ડ કરી શકે છે અને એ જ થયું.  

પિચને બેટીંગ માટે મુશ્કેલ ગણાવતાં હરમનપ્રીતે કહ્યું કે ‘ટ્રેક બેટિંગ માટે સરળ ન હતી, અમે ફક્ત 140 રનની આસપાસ બનાવવા માંગતા હતા, જેમિ અને દિપ્તી વચ્ચેની ભાગીદારી અમે ત્યાં લઇ ગઇ. 

રિલેટેડ ન્યૂઝ