એશિયન ચેમ્પિયનશિપઃ રવિ દહિયાને ગોલ્ડ, બજરંગ પૂનિયા, સત્યવ્રત અને ગૌરવને મળ્યો સિલ્વર મેડલ

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર યુવા રેસલર રવિ દરમિયાએ એશિયન ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. તેણે 57 કિલોની ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં દમદાર પ્રદર્શન કરતા તઝાકિસ્તાનના હિકમાતુલો વોહિદોવને 10-0થી હરાવ્યો હતો. પરંતુ ભાજપના ગોલ્ડ મેડલના મજબૂત દાવેદાર બજરંગ પૂનિયાએ સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. તે કેડી જાધવ ઇન્ડોર હોલમાં 65 કિલો વર્ગની ફાઇનલમાં જાપાનના તાકુતો ઓટોગુરો સાથે 2-10થી હારી ગયો હતો. 

આ રીતે દહિયાનો મેડલ ભારત માટે દિવસનો એકમાત્ર ગોલ્ડ મેડલ રહ્યો, કારણ કે અન્ય ત્રણ રેસલર પોતાના વર્ગની ફાઇનલમાં હારી ગયા જેમાં બજરંગ પણ સામેલ છે. સત્યવ્રત કાદિયાન 97 કિલો વર્ગ ફાઇનલમાં ઈરાનના મોજતાબા મોહમ્મદશફી ગોલિજ સામે 0-10થી પરાજીત થયો હતો. 

રિલેટેડ ન્યૂઝ