દિલ્હી હિંસા: IB કર્મચારીના પરિવારે નોંધાવી 2 ફરિયાદ, તાહિર પર હત્યાનો આરોપ

નવી દિલ્હી: તા.27
આમ આદમી પાર્ટી (અઅઙ) કોર્પોરેટર તાહિર હુસૈન પર હિંસામાં મૃત્યુ પામેલા આઈબી કર્મચારી અંકિત શર્માના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. ડીસીપી ઓફિસમાં તાહિર વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તાહિર હુસૈન વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાહિર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાના આરોપ પણ લાગી રહ્યાં છે. તાહિરની છત પર તોફાનોનો સામના મળ્યો છે. તાહિરની મકાનની છત પર પથ્થર અને પેટ્રોલ બોંબ પણ મળ્યા છે. આ મામલામાં તાહિરનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તે નિર્દોષ છે તેના પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. તેણે કહ્યું કે, મેં દિલ્હીમાં હિંસા ભડકાવવાની નહીં પરંતુ રોકવાનો પ્રયત્ન કર્યો છે. અઅઙ કોર્પોરેટર તાહિર હુસૈને સમાચાર એજન્સી એએનઆઈને વાતચીતમાં કહ્યું કે, ’મેં હિંસા રોકવા માટે કામ કર્યું. હું નિર્દોષ છું. તાહિરે કહ્યું કે, 24 ફેબ્રુઆરીએ પોલીસે મારા ઘરમાં સર્ચ કર્યું અને અમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમને એક સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ બપોરે 4 કલાક સુધી પોલીસ ઘરમાં હાજર હતી.’ આપ કોર્પોરેટરે કહ્યું કે, મેં પોલીસને તે વિસ્તારમાં હાજર રહેવાની વિનંતી કરી કારણ કે મારા ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યું હતું અને તેનો ઉપયોગ ખોટા કામ માટે કરી શકાયો હોત. તેણે કહ્યું કે, મારા ઘરમાં દિલ્હી પોલીસ હાજર હતી. હવે તે જણાવી શકે છે ખરેખર શું થયું હતું. હું પોલીસને સહયોગ કરીશ.

રિલેટેડ ન્યૂઝ