સુરતઃ દંપતિએ માત્ર રૂ. 5000માં કર્યા લગ્ન, બચાવેલા રૂપિયા વૃક્ષારોપણ પાછળ વાપર્યા

સુરત :આજના સમયમાં યુવક અને યુવતી જ્યારે પોતાના લગ્નની તૈયારી કરતા હોય છે ત્યારે ખર્ચો આંખ બંધ કરીને કરતા હોય છે. લગ્નમાં કશું છૂટી ન જાય અને સમાજમાં પોતાનો અને પરિવારનો વટ પડે તેવું ઇચ્છતા હોય છે, પરંતુ બીજી તરફ એવા પણ લોકો છે, જે ઈચ્છે છે કે તેમના લગ્નનો ખર્ચ ઓછો થાય અને રૂપિયાની બચતથી તેમને ફાયદો થાય. જોકે સુરતમાં એક કપલ એવું છે જેમને પોતાના લગ્નમાં ખર્ચ તો ઓછો કર્યો હતો, પરંતુ બચેલા રૂપિયાનો સદુપયોગ વૃક્ષારોપણ માટે કર્યો છે.
વૃક્ષારોપણ કરી રહેલા આ કપલ છે હેમા અખાડે અને અમિત મૈસૂર્યા. બંનેના ગત 9 ફેબ્રુઆરીના રોજ સુરતમાં લગ્ન થયા હતા. આમ તો બંને ઇચ્છતા હતા કે તેમના લગ્ન ધામધૂમપૂર્વક થાય. કારણ કે લગ્નનો પ્રસંગ જીવનમાં એક જ વખત આવતો હોય છે. પરંતુ હેમા ઈચ્છતી હતી કે, તેના લગ્ન ખૂબ જ નજીવા ખર્ચમાં થાય અને જે રૂપિયા પછી તેનો એક ભાગ સામાજિક કાર્યોમાં ઉપયોગમાં લેવાય. આ દરમિયાન તેમની મુલાકાત સુરતમાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ સાથે થઈ હતી. વિરલ વૃક્ષારોપણનું મહા ભગીરથ કામ સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાં કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ થી વધુ વૃક્ષો તેઓ વાવી ચૂક્યાં છે. સાથે અનેક લોકોને આ દિશામાં તેમને મદદ પણ કરી છે, જેથી હેમા દ્વારા જે ઇચ્છા વ્યક્ત કરાઇ હતી. તેમાં વૃક્ષારોપણ કરવાનો એક વિચાર મુકવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ