અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન હનુમાન મંદિર પાસેના કાપડ બજારમાં 20 જેટલી દુકાનમાં ભીષણ આગ

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર સામેના કાપડ બજારમાં ભીષણ આગ લાગી છે. જેમાં 20 જેટલી દુકાનો આગની લપેટમાં આવતા 9 જેટલા ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફાયરકર્મીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.

રિલેટેડ ન્યૂઝ