ઉંધા માથે પટકાયું શેર બજાર, 2008 બાદ સેન્સેક્સમાં સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 1448 ,નિફ્ટી 431 પોઇન્ટના ઘટાડા પર બંધ થયો.

નવી દિલ્હી: આખરે તે થયું જેનો ડર હતો. દેશમાં આંશિકરૂપથી આર્થિક મંદીના સંકેત જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય શેર બજારોમાં આવેલા ઘટાડા બાદ શુક્રવારે ભારતીય બજાર પણ ધરાશાયી થઇ ગયું. સેન્સેક્સ સવારે ખુલતાં જ 1000 પોઇન્ટ નીચે અને સાંજ પડતાં 1448 પોઇન્ટ નીચે આવી ગયો હતો. જાણકારોનું કહેવું છે કે 2008માં આથિક મંદી દરમિયાન આવેલા ઘટાડા બાદ આ પહેલીવાર છે જ્યારે બજારમાં કોઇ એક દિવસે આટલો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 1448 પોઇન્ટના ઘટાડા સાથે 38,295માં બંધ થયો, જ્યારે નિફ્ટી 431 પોઇન્ટના ઘટાડા બાદ 11,201 પોઇન્ટ પર બંધ થયો. 

અનિશ્વતતા અને ડર વચ્ચે ઘટાડો યથાવત
જાણકારોનું કહેવું છે કે ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે ઘરેલૂ બજારમાં ઘટાડાની અસર આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી છે. અમેરિકી બજાર વોલસ્ટ્રીટ ડાઓ જોન્સે બજાર બંધ થવા સુધી રેકોર્ડ નોંધાવ્યો છે. 

રિલેટેડ ન્યૂઝ