76 વર્ષે ઇતિહાસ રચાયો: સૌરાષ્ટ્ર પ્રથમવાર રણજી ટ્રોફી ચેમ્પીયન

(સ્પોર્ટ્સ પ્રતિનિધિ) રાજકોટ તા.13
રણજીની ફાઇનલ મેચમાં 76 વર્ષ પછી સૌરાષ્ટ્ર આજે ચેમ્પીયન બન્યું હતું. 1936 માં સૌરાષ્ટ્રની ટીમે નવાનગર તરીકે અને 1943 માં વેસ્ટર્ન ઇન્ડીયા તરીકે રમી હતી. બંને વચ્ચે ફાઇનલમાં બંગાળને હરાવ્યું હતું.
સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી 2019-20 ની ફાઇનલમાં પાંચમાં દિવસે રાજકોટ ખાતે 44 રનની લીડ મેળવી હતી.
સૌરાષ્ટ્રનાં પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળે 10 વિકેટે 381 રન કર્યા છે. આમ તો મેચ ડ્રો થશે તેમાં કોઇ ટાંકાને સ્થાન નથી પરંતુ તેમાં જે ટીમે પ્રથમ ઇનીંગ્સમાં લીડ મેળવી હોય તે વિજેતા બનશે માટે આજની મેચમાં 44 રનની લીડ સૌરાષ્ટ્રને મળતાં સૌરાષ્ટ્ર ચેમ્પીયન બની હતી.
બંગાળે દિવસની શરૂઆતમાં પોઝિટિવ રમત રમતા પ્રથમ સેશનમાં વિના વિકેટે 84 રન કર્યા હતા. સુદીપ અને સાહાની જોડીએ ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરીને સૌરાષ્ટ્રના બોલર્સને વિકેટ માટે લાંબી રાહ જોવડાવી હતી. સુદીપ ચેટર્જીએ 241 બોલમાં 7 ફોરની મદદથી 81 રન કર્યા હતા. તે ધર્મેન્દ્ર જાડેજાની બોલિંગમાં શોર્ટ લેગ પર વિશ્વરાજ જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે રિદ્ધીમાન સાહાએ 184 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. તે પ્રેરક માંકડની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ 16 રને ચેતનની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ