સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકડાઉન વચ્ચે સેવાભાવીઓ ગરીબોની મદદે

રાજકોટ: તા.25
કોરોનાની મહામારીની સામે લડત આપવા 21 દિવસનું લોકડાઉન કરાયું છે. ત્યારે સૌરાષ્ટ્રના ગામડાથી લઈ શહેરો સજજડ બંધ જોવા મળ્યા હતાં. ઘણા લોકો વગર કારણે બહાર નિકળતા લોકોને પોલીસે અટકાવ્યા હતા. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરીયાત મંદોને ભોજન, માસ્ક અને સેનિટાઈઝર પૂરા પાડવામાં આવી રહ્યા છે.
જામકંડોરણા
કોરાના વાઈરસને લઈને સરકારશ્રી દ્વારા લોક ડાઉન જાહેર કરતા આજે ચોથા દિવસે પણ જામકંડોરણા શહેર સજજડ બંધ રહ્યું હતું આવશ્યક સેવાઓને બાદ કરતા જામકંડોરણા શહેરના તમામ વિસ્તારો આજે સવારથીજ સજજડ બંધ જોવા મળી રહ્યા તાડ જામકંડોરણા શહેર તથા તાલુકાના 10 લોકોને ઘર કવોરન્ટાઈન હેઠળ રખાયા છે.
ધોરાજી
ધોરાજીમાં કોરોના મામલે લોકડાઉન સંપૂર્ણ શહેર બંધ રહ્યુ છે જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમર પીઆઇ વિજય જોષી સહિતના પોલીસ કાફલાએ શહેરમાં કડક કાર્યવાહી કરીને મનફાવે તેમ ખોટા બહાના હેઠળ બહાર નિકળતા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યુ હતુ. ધોરાજીમાં કોરોના મામલે લોકોને સજાગ સલામત રહેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઘરમા રહેવાની અપીલ કરી છે.
જસદણ
જસદણમાં જે કોઈને ટિફિનની જરૂરિયાત હોય તો તેમણે ટીફીન માટે સવારના 9 થી 11 અને બપોરે ત્રણ થી છ વચ્ચે જસદણ મામલતદાર કચેરીના ફોન નંબર 02821 220032 નંબર પર સંપર્ક કરવો તેમના ઘરે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
સલાયા
સલાયા પી.આઈ. ગઢવી સાહેબ ચીફ આફિસર શેખ સાહેબ, આરોગ્ય અધિકારીઓ કસ્ટમ સુપ્રિ. જોષી મુસ્લીમ જમાતના પ્રમુખ જુનસ રાજા, વેપારી મંડળના પ્રમુખ ભરત લાલની જાહેર મીટીંગ મળેલી.
ગીરગઢડા
ગીરગઢડામા આવેલ રાજ ટેઈલરના માલીક રાજુભાઈ ચૌહાણ અને તેમના મિત્રો અનીલ વાઘેલા; લાલાભાઈ દૂધાત: કાનાભાઈ વાજા; પારસભાઈ, જીતુભાઈ, ગોવિંદભાઈ, હિતેશભાઈ તથા રાહુલભાઈએ છેલ્લા બે દિવસમાં 600 માસ્ક બનાવી વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી અનોખી સેવાની પહેલ કરી છે.
માધવપુર ઘેડ
માધવપુર ઘેડ પોલીસ સ્ટેશન નીચે આવતા ગામડા ઓની મુલાકાત લેતા રૂલર ડી વાયએસપી જાડેજા પીએસઆઈ રાણા અને તેમ ના
સ્ટાફ ને સાથે રાખી તમાંમ ગામડાની મુલાકાત લીધી હતી અને લોકોને ઘરની બહાર ન નીકળવું લોકોએ જરૂરીયાત વગર ઘરની બહાર ન નીકળવું અને કલમ 144નો ભંગના થાય તે ની કાળજી રાખવી લોકોને કોરોનાના કહેર સામે સાવચેતી રાખવા અપીલ કરી હતી.
ગડુ શેરબાગ
ગડુ શેરબાગ તથા આસપાસનાના ગ્રામ્ય વિસ્તારો ખેરા સમઢીયાળા સુખપુર સીમાર વિસનવેલ શાંતીપરા જડકા વગેરે ગામોમાં જનતા કફર્યુ ને સ્વયંભુ સમર્થનમાં સંપૂર્ણ બંધ પાડયો હતો. અને છેલ્લા ત્રણ દિવસથી લોક ડાઉન કારણે કરિયાણાની દુકાનો મેડીકલ સ્ટોર શાકભાજી સીવાય તમામ ધંધા રોજગાર બંધ છે અને ગડુ વેરાવળ જૂનાગઢ રાજકોટ હાઈવે, ગડુ પોરબંદર હાઈવે, ગડુ તાલાળા સાસણ હાઈવે સુમસામ જોવા મળી રહ્યા છે.
વીંછીયા
વિંછીયા તાલુકા મામલતદાર પી. એમ. ભેસાણીયાની સૂચનાથી શ્રી ઉમિયા શિક્ષણીક સંકુલ દ્વારા પોલીસ જવાનો માટે સવારે 10:00 કલાકે ચા અને પાણીની વ્યવસ્થા અને બપોરે 4:00 કલાકે વરીયાળી સરબત અને પાણીની વ્યવસ્થા વિંછીયા શહેરમાં જ્યાં પોલીસ બંદબસ્ત ચાલુ રહેશે ત્યા સુધી દરેક ફરજ પરના પોઇન્ટ ઉપર જઈને વિતરણ કરવામાં આવશે.
પ્રાંચી
પ્રાંચી તીર્થ ખાતે કોરોના વાઈરસના કારણે હાલ લોકડાઉન હોય ત્યારે પ્રાંચી તીર્થ હાલ ગરીબો લોકોને ભોજન કરાવાય હતું.
દ્વારકા જિલ્લા પોલીસની લોકોને અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદએ હાલની વિષમ પરિસ્થિતિમાં લોકોને કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત રીતે પાલન કરવા અપીલ કરી, બિન જરૂરી અને કામ સિવાય ધરની બહાર કે બહાર ગામ જવા ન નિકળવા જણાવાયું છે. તે જીવન આવશ્કય ચીજ વસ્તુઓ ખરીદી કરવા જાવ ત્યારે એક બિજા લોકો થી અંતર રાખવા અમલ કરે છે.
સાવરકુંડલા
સેવાદીપ ગ્રુપના પ્રમુખ હિતેષ સરૈયા તેમજ તેમની ટીમ દ્વારા સેવાનું ઉત્તમ ઉદારણ પૂરું પાડયું સાવરકુંડલામાં રહેતા ગરીબ ભિક્ષુકોને ફરસાણની કીટ આપી સેવાદીપ ગ્રુપ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી.
રાજુલા
કોરોના વાયરસ ના કારણે ગરીબ ઝૂંપડ પટી ના લોકો ની વહારે સેવાભાવી યુવા ફોજ આજે ખીચડી વિતરણ કરી બાળકો એ ખાવા માટે ડોટ મૂકી રાજુલા: દેશમાં લોકડાઉનને પગલે રાજુલા પંથક ની આસપાસ રહેતા ગરીબ પરિવારો જરૂરિયાત મદો ઝૂંપડ પટી માં રહેતા લોકો ની મુશ્કેલી વધી ગઈ હતી જેમની સેવાભાવી યુવાનોએ ખીચડી સહીત ની ભોજન વ્યવવસ્થા ઉભી કરી હતી જોકે આ યુવાનો દ્વારા ઝૂંપડ પટી સુધી પોહચી વિતરણ કરવા માં આવ્યું હતું.
ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ ખેડૂતો તથા વેપારીઓ માટે ખૂબ જ મહત્વનું અને સુવિધા રૂપ બની રહ્યું છે. હાલ જિલ્લામાં જાહેરનામું તથા લોક ડાઉનની પરિસ્થિતિમાં પણ ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજીની નોંધપાત્ર આવક છે. હજુ પણ અહીં જુદા જુદા વિસ્તારોમાંથી ખેડૂતો શાકભાજી વેચવા આવે છે અને અહીં લોકોને વ્યાજબી ભાવે શાકભાજી માટે પ્રાપ્ય બન્યા છે.
કાલાવાડના જશાપર 25
યાત્રાળ હરિદ્વારમાં ફસાયા
કાલાવડ તાલુકા ના જશાપર ગામના 25 લોકો ઉતરાખંડ ના હરદ્વાર માં ફસાઈ ગયા છૈ તેઓ ને રહેવા જમવા ની કોઈ વ્યવસથા નથી 21 દીવસ કેમ કાઢવા અને કોઇ બસ વાળા આવવા તૈયાર નથી હેરાન છે.
રાત્રે મને ફોન કરી તંત્ર અને સરકાર પાસેથી મદદ કરાવવા કહેલ મૈ પણ ઉચ્ચ કક્ષાએ રજુવાત કરેલ છે.
હરદ્વાર માં કોઈ ને ગુજરાતી સમાજ માં સંપકે હોઈ તો રહેવા જમવા ની 21 દીવસ ની વ્યવસ્થા કરાવવા અને મદદ કરવવા અપીલ કરાઈ છે.
હાલારના 28 યાત્રીકો
ટોનીઈ ખાતે ફલાયા
જામનગર શહેર તથા જિલ્લા ના 28 જેટલા યાત્રીઓ હાલ ચેન્નાઇ માં ફસાયા છે .તેમણે અહીં થી પોતાના ઘરે પહોંચવા માટે ગુજરાત સરકાર પાસે સમક્ષ મદદ માગી છે.
જામનગર જિલ્લામાંથી ગત તારીખ 17 ના રોજ 28 યાત્રિકો તામિલનાડુ ની યાત્રા એ જવા માટે રવાના થયા હતા. અને તેમની પરત આવવાની ટીકીટ 28 માર્ચ ની હતી.પરંતુ કોરોના વાઈરસના કહેરના કારણે રેલવે વ્યવહાર બંધ થરા તેઓ હાલ ચેન્નઈમાં ફસાયા છે અને જલારામ ભવનમાં આશરો મેળવ્યો છે.. તેમણે મોકલાવેલા સંદેશ જણાવાયા મુજબ હવે તેમની પાસે પૈસા ખૂટી પડ્યા છે અને પરત ફરવા માટે કોઈપણ પ્રકારના વાહન વ્યવહાર ચાલુ નહી હોવાથી તો ફસાઈ ગયા હોય ગુજરાત સરકાર તાકીદે તેમના માટે ઘરે પરત ફરવાની વ્યવસ્થા કરે કેવી સરકાર સમક્ષ માંગણી કરી છે.
ઉમરાળાની શાળાના શિક્ષકો
એક દિવસનો પગાર આવશે
કોરોના વાયરસના કારણે ઊભી થયેલ સંકટની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને સહાય કરવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાનો ઉમરાળાની શ્રી પી.એમ.સર્વોદય હાઈસ્કૂલ તથા ડી.એસ.સલોત ગર્લ્સ હાઈસ્કૂલના તમામ કર્મચારીઓએ નિર્ણય કર્યો છે. શાળા સ્ટાફ કક્ષાની આ પહેલને ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસે આવકારેલ છે.
જસદણમાં તંત્રએ દુકાનો આગળ સર્કલ કર્યા
કોરોનાની સાવચેતીના ભાગરૂપે જસદણમાં વહીવટીતંત્રએ જસદણ શહેર ની વિવિધ કરિયાણાની – જીવન જરુરિયાતની દુકાનો તેમજ મેડિકલ સ્ટોર ઉપર આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રોડ ઉપર પાકા કલરથી સર્કલ કર્યા હતા. દુકાનદારોને એમને ત્યાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વહીવટી તંત્રએ જણાવ્યું હતું.
તાલાલા (ગીર)
તાલાલા પંથકમાં 15 વર્ષ બાદ સાસણ રોડ ઉપર આવેલ મનસાદેવી આશ્રમમાં પધારેલ પંચાયતી ઉદાસીન અખાડા (બડા)ના સાધુ સંતો મહંતોની જમાતના સંતોએ તાલાલા શહેરના લોકોને કોરોનાથી જાગૃતતા રાખવા ઉપયોગી સંદેશો આપ્યો હતો.
જમાતના પ્રમુખ મહંત શ્રી મહેશ્ર્વરદાસજીના માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિક કુંભાણીને સાથે રાખી જમાતના સાધુ-સંતોએ તાલાલા શહેરમાં શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં 1500 જેટલા માસ્ક તથા 200 જેટલા સેનીટાઈઝરનું વિતરણ કરી લોકોને કોરોના વાયરસથી રક્ષીત કર્યા હતા. જમાતના સાધુ-સંતો એ કોરોના સામેની લડાઈમાં સૌએ જાગૃતતા પૂર્વક જોડાઈ વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
મેંદરડા
કોરોના વાઈરસના મહામારીના કારણે સરકારે હાલ લોક ડોકન જાહેર કરેલ છે. પબ્લિકને કોઈ તકલીફ ન પડે એ માટે સરકારે રોજીંદી આવશ્યક ચીજ જેવી કે દુધ-છાશ, કરીયાણું શાકભાજી વગેરે દુકાનો ખુલ્લી રાખવાનો સમય નકકી કરેલ છે.
ડોળાસા
ડોળાસામો લોક ડાઉનનો બીજો દિવસ જરૂરી દુકાનો સિવાય સજજડ બંધ ડોળાસા તા.25 કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આજે ‘લોક ડાઉન’ના બીજા દિવસે પણ સજજડ બંધ પાળ્યો હતો “કોરોના વાઈરસના ઉપદ્દવ સામે સરકાર અને લોકોના સહિયોગથી એક જબ્બર અભિયાન-લડત ચાલુ છે. જેમા કોડીનાર તાલુકાનું ડોળાસા ગામ પણ સહભાગી બની રહ્યું છે. આજે પણ દવાખાના મેડીકલ સ્ટોર, કરીયાણાની દુકાન સવાય બધું બંધ રહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ