કોરોના મુદ્દે નીતિન ગડકરીની જાહેરાત, નેશનલ હાઈવે પર નહિ વસૂલાય ટોલ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને જોતા રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું કે, આપાત સેવાઓમાં કામમાં લાગેલા લોકોનું કામ સરળ કરવા માટે દેશમાં અસ્થાયી રીતે નેશનલ હાઈવે પર ટોલ વસૂલવામાં નહિ આવે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોવિડ-19ને જોતો આદેશ આપવામાં આવ્યો છે કે, દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ લેવાનું કામ બંધ કરવામાં આવે. તેમણે કહ્યું કે, આપાત સેવાઓમાં જોડાયેલા લોકોનો જરૂરી સમય બચાવવામાં મદદ મળશે.

મંત્રીએ જણાવ્યું કે, રસ્તા પર મેનેજમેન્ટ અને ટોલ પ્લાઝા પર આપાત સંશાધનોની હાજરી પહેલેની જેમ જ ટોલ પ્લાઝા પર રહેશે. આ પહેલા કેન્દ્રીય મંત્રીએ ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને સલાહ આપી હતી કે, તેઓ દેશવ્યાપી બંધના સંબંધમાં ગૃહ મંત્રાલયના આદેશનું પાલન કરે. તેમણે કહ્યું કે, હાલની સ્થિતિને અપ્રત્યાશિત ઘટનના રૂપમાં જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી 600થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ