રાજકોટના વધુ એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,હવે રાજકોટમાં કુલ 5 પોઝિટિવ

રાજકોટમાં આજે વધુ એક પોઝિટીવ કેસ આવ્યો છે. 37 વર્ષના યુવાનને પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે રાજકોટમાં પોઝિટીવ કેની સંખ્યા વધીને 5 થઇ છે. જ્યારે 12 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હજુ 4 વ્યક્તિના સેમ્પલ જામનગ મોકલાયા છે. 11 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.હાલ 4 પોઝિટીવ દર્દીની સારવાર ચાલી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલામાં કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. 20 વર્ષીય યુવતીને કોરોના શંકાસ્પદ લાગતા તેને અમરેલી હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે. આ યુવતી વડોદરાથી આવી હતી. સેમ્પલ ભાવનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.  શંકાસ્પદ કેસના સમાચારથી તંત્ર એલર્ટ બન્યું છે. આ અંગે કલેક્ટર આયુષ કોકે માહિતી આપી છે.

રિલેટેડ ન્યૂઝ