કોરોનાનું વિકરાળ સ્વરૂપ: 24 કલાકમાં સ્પેનમાં 738, ઇટાલીમાં 683ના મોત

 દેશમાં કોરોના વાઈરસના અત્યાર સુધી 663 કેસ સામે આવ્યા છે.  ગુરુવારે દિલહીમાં પાંચ, ગુજરાતમાં 3 મહારાષ્ટ્રમાં 2 અને આંદામાનમાં 1 પોઝિટિવ મળ્યો હતો. આંદામાનમાં પહેલી વખત આ સંક્રમણનો કેસ સામે આવ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે એ રિપોર્ટનું ખંડન કર્યું છે, જેમાં કોરોના વાઈરસની કોમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કહેવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી ભારતમાં કોરોના સંક્રમણના કોમ્યુનિટી ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાના ઠોસ પ્રમાણ મળ્યા નથી. જો કે કોરોના સંક્રમિત વસ્તુ અથવા અન્ય કોઈ માધ્યમથી સંક્રમણથી અથવા સામાન્ય લોકો વચ્ચે ફેલાય છે તો તેને કોમ્યુનિટી સંક્રમણ કહેવામાં આવે છે. આ સાથે જ ઓરિસ્સા સરકારે કોર્પોરેટ્સ અને મેડિકલ કોલેજો સાથે ત્રિપક્ષીય કરાર કર્યો છે જેના હેઠળ રાજ્યમાં કોરોના દર્દીઓ માટે દેશની સૌથી મોટી હોસ્પિટલ બનાવાઈ રહી છે. જેમાં 1000 બેડ હશે. જે  15 દિવસમાં સેવાઓ આપવા લાગશે. સાથે જ કેનદ્ર સરકારે દવાઓની હોમ ડિલીવરીને મંજૂરી આપી દીધી છે. ઝડપથી તેનું નોટિફીકશન જાહેર કરી દેશે.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનોને કહ્યું છે કે કોરોના સંક્રમણને દેશમાં ફેલાતુ અટકાવવા માટે કરવામાં આવતા પ્રયાસોની કમાન પોતાના હાથમાં લે. ન્યૂઝ એજન્સીએ પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રોને ટાંકી આ માહિતી આપી છે. પીએમઓ દ્વારા જારી પત્રમાં પ્રધાનોને કહેવામાં આવ્યું છે કે ગરીબ-નિરાશ્રિત લોકો માટે ભોજન-પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. વિવિધ વિસ્તારોમાં રહેલી રેશનની દુકાનોમાં આવશ્યક સામગ્રી, ખાદ્ય સામગ્રીની અછત ન સર્જાય તેના પર ધ્યાન આપવામાં આવે. દુકાનદાર કોઈ પણ વ્યક્તિ પાસેથી વધારે કિંમત ન વસૂલે તે સુનિશ્ચિત કરવામાં આવે. એક નેતા તરીકે આગળ આવી આ સ્થિતિનો સામનો કરવા પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ