કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ ,રાજકોટ સહિત રાજ્યના અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ , જુઓ ક્યાં જીલ્લ્લાઓમાં વરસાદ

કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદરૂપી આફત આવી છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે તેમજ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના શહેરના નવા વાડજ, બોપલ, સરખેજ, વેજલપુર, ઘાટલોડિયા, શાંતિપુરા, મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, હાટકેશ્વર, હાથીજણ, વસ્ત્રાપુર, રખિયાલ ખોખર તેમજ સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતના અન્ય નિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે. નડિયાદમાં પણ રાત્રે માવઠું થયું છે બીજી બાજુ અંબાજી, બનાસકાંઠા.ગાંધીનગર,મહેસાણા સહિતના વિસ્તોમાં માવઠું થયું હતું હાલમાં રાજ્યમાં ભર ઉનાળે ચોમાસાનો આભાષ થઇ રહ્યો છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મોટી રાત્રે વરસાદી જાપટા જોવા મળ્યા હતા

રાજકોટમાં મોટી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ ઝાપટા જોવા મળ્યા હતા બીજી બાજુ રાજકોટ જિલ્લાના આટકોટ, જસદણ , ગોંડલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા તો બીજું બાજુ અમરેલી,સોમનાથ,જૂનાગઢ,મોરબી સહિતના જીલ્લ્લાઓમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા,આ વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ