રાજકોટમાં આજે તમામ 24 સેમ્પલ નેગેટિવ, 4 દિવસથી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ ન આવતા હાશકારો

રાજકોટમાં આજે કોરોનાના તમામ 24 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેને પગલે આરોગ્ય તંત્રએ પણ નિરાંતનો શ્વાસ લીધો છે. આમ રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાનો એકપણ દર્દી નોંધાયો નથી.
રાજકોટમાં લોકડાઉન વચ્ચે કોરોના દર્દીની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઈક પોલીસે ડિટેઇન કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા સાજીદ મકવાણા 8 કલાકની એમ્બ્યુલન્સની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતા પોલીસે રોફ જમાવ્યો હતો. સાજીદે પોતાનું આઈકાર્ડ બતાવ્યું અને ચીફ ફાયર ઓફિસર સાથે વાત કરાવ્યા છતાં તેમનું બાઇક પોલીસે ડિટેઇન કર્યું હતું. એમ્બ્યુલન્સમાં સાજીદની નોકરી હોવાથી પોતાના ઘરેથી 8 કિલોમીટર ચાલીને આજે નોકરી પર પહોંચ્યા હતા.લોકડાઉન ભંગ કરનારાને 15 ડ્રોન કેમેરાથી ઝડપી લઈ 71 સામે કાર્યવાહી કરાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ