નર્સ સાથે તબલીગી શખ્સોની ગંદી હરકતોથી દેશ ખફા: પગલાં લેવાશે

ગાઝિયાબાદની એક હોસ્પિટલમાં ભરતી કોરોનાના 6 શંકાસ્પદ દર્દીઓ પર હોસ્પિટલની નર્સોએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ 6 લોકો નિઝામુદ્દીન માં થયેલા તબગિલી જમાતની મરકજમાં સામેલ થયા હતા. નર્સોએ આરોપ લગાવ્યો છે કે, આ દર્દીઓ પેન્ટ વગર ફરે છે. અશ્લીલ ગીતો સંભળાવે છે. અભદ્ર ઈશારા કરે છે. તેમજ અમારી પાસેથી બીડી સિગરેટની માંગ કરે છે. આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લાધિકારીએ તપાસ માટે ટીમ મોકલી છે. જેના બાદ આ દર્દીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

કોરોનાનો સૌથી વધુ ખતરો અમદાવાદીઓને, 7 વર્ષની બાળકી પણ આવી ઝપેટમાં….
ગાઝિયાબાદમાં આ તમામ દર્દીઓને બુધવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનો મેડિકલ રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો, જેના મુજબ આ શખ્સ કોરોના પોઝિટિવ છે. તેમની સામે મળેલી ફરિયાદ બાદ તેમાંથી પાંચે સરકારી હોસ્પિટલમાં અને એક દર્દીને મેડિકલ કોલેજમાં શિફ્ટ કરાયો હતો.

રિલેટેડ ન્યૂઝ