લીંબડી-અમદાવાદ હાઇવે પર ગોઝારા અકસ્માતમાં પાંચનાં મોત, ટ્રક પાછળ XUV ઘૂસી ગઈ

સુરેન્દ્રનગર : રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોરોના વાયરસના પગલે નેશનલ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લીંબડી-અમદાવાદ હાઇવે લોહિયાળ બન્યો છે. અકસ્માતોની વણથંભી વણઝાર લૉકડાઉનમાં પણ શરૂ રહી છે. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે જામખંભાળિયાથી ગાંધીનગર જઈ રહેલી કાર ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ગઈકાલે મોડી રાત્રે લીંબડી સુરેન્દ્રનગર હાઇવે પર કાનપરાના પાટિયા પાસે ઉભેલા એક ટ્રકમાં કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.અકસ્માત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને સારવાર માટે બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ ચાર વ્યક્તિના દિવા બૂઝાઈ ગયા હતા.આ અકસ્માતમાં મૃત્યુ પામનાર જામખંભાળિયાનો પરિવાર ગાંધીનગર હૉસ્પિટલના કામ અર્થે જઈ રહ્યો હતો. દરમિયાન કાનપરના પાટિયા પાસે એક ટ્રક ખોટકાઈ જતા ડ્રાઇવર તેનું રિપેરીંગ કરી રહ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ