કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડની જાહેરાત, ડેરી, પશુપાલન સહિત ઘણી યોજનાઓ માટે પેકેજ

નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે પત્રકાર પરિષદમાં આર્થિઅક પેકેજના ત્રીજા ભાગની જાણકારી આપી હતી. કૃષિ ક્ષેત્રની મજબૂતી માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં લાગી છે. 

કૃષિ ક્ષેત્રની મજબૂતી માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં લાગી છે. ખેડૂતો પાસે સ્ટોરેજની ઉણપ અને ટેકાના ભાવની કમીને પુરી કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું  કૃષિ આધારભૂત માળખું તૈયાર કરવામાં આવશે. કોલ્ડ ચેનની સાથે પાક કાપણી પછીની સુવિધાઓ વિકસાવવામાં આવશે.  

નાણામંત્રીએ કહ્યું કે ‘સૂક્ષ્મ ખાદ્ય એકમો માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. PM-KISAN યોજના હેઠળ ખેડૂતોને 18,700 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા છે. પીએમ ફસલ વીમા યોજના હેઠળ 6,400 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. મત્સપાલન માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. દરેક રાજ્યના લોકલ ઉત્પાદકોને ગ્લોબલ બનવવા માટે મદદ કરવામાં આવશે. મત્સ્ય સંપદા યોજના હેઠળ 55 લાખ લોકોને રોજગાર મળશે. 1 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ વધારવામાં આવશે. તેમાં મત્સ્ય પાલનમાં લાગેલા ખેડૂતોને ફાયદો થશે. વીમો પણ આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ