રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં ટોળાનો પોલીસ ઉપર પથ્થરમારો

રાજકોટમાં લોકડાઉન પાર્ટ 3 પૂર્ણ થવાના આરે છે ત્યારે પૂર્વ સંધ્યાએ હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં રહીશો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને ફરજ ઉપર રહેલ પોલીસ સાથે ઘર્ષણ કરી ધમાલ મચાવી હતી પોલીસ સમજાવવા જતા લોકોએ પથ્થરમારો કરી પોલીસની બે કારના કાચ ફોડી નાખ્યા હતા નાછૂટકે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા ઘટનાને પગલે ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા 

લોકડાઉનને લીધે લોકો હેરાન થઈ ગયા છે ત્યારે કોરોના માટે હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉન પાર્ટ 3 પૂરું થાય તેની પૂર્વ સંધ્યાએ જંગલેશ્વરમાં રહેતા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને રસ્તા ઉપર ઉતરી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો અને સમજાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ બેકાબુ બનેલા ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરતા ડીસીપી રવિમોહન સૈની સહિતનો કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડવા તજવીજ હાથ ધરી હતી કાબુ મેળવવા પ્રયાસ કરતી પોલીસ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસની બે કારના કાચ ફોડી નાખ્યા હતા અંતે પોલીસને કાબુ મેળવવા ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી  જો કે હકીકત જાણવા ડીસીપી સૈનીને ફોન કરતા તેઓને ફોન રિસીવ કરવાનું ઉચિત લાગ્યું નહિ હોવાથી તેઓનો ફોન રીપ્લાય થયો હતો પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા ફાયરિંગ પણ થયું હોવાનું જાણવા મળ્યું છે

રિલેટેડ ન્યૂઝ