આત્મનિર્ભર રાહત પેકેજ પર નાણામંત્રીની છેલ્લી PC, જાણો કોને શું મળ્યું

નવી દિલ્હીઃ આત્મનિર્ભર રાહત પેકેજને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમને આજે રવિવારે છેલ્લી પત્રકાર પરિષદ યોજી હતી. આ સતત પાંચમો દિવસ છે જ્યારે નાણામંત્રી પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી રહ્યાં છે. નિર્માલા સીતારમને શરૂઆતી ચાર દિવસ સાંજે 4 કલાકે પત્રકાર પરિષદ યોજી પરંતુ આજે સવારે 11 કલાકે પીસી કરી હતી. આ દરમિયાન લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો પર તેમનું ફોકસ રહ્યું હતું. 

– નિર્મલા સીતારમને જણાવ્યું કે, જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ જેની પાસે ઇન્ટરનેટ નથી તે સ્વયં પ્રભા ડીટીએચ ચેનલથી ભણી શકે છે. હાલ આવી ત્રણ ચેનલ છે, તેમાં 12 નવી ચેનલ જોડાશે. 

– હેલ્થ સેક્ટરમાં ફેરફાર કરતા પબ્લિક હેલ્થના રોકાણને વધારવામાં આવશે. એવી ક્ષમતા તૈયાર કરવામાં આવશે જેથી આપાત સ્થિતિમાં પણ આપણે લડવા તૈયાર રહીએ. જિલ્લા સ્તરની હોસ્પિટલમાં ઇન્ફેક્શનથી થનારી બીમારી સામે લડવાની તૈયારી હશે. દેશભરમાં લેબ નેટવર્કને મજબૂત કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રમાં દરેક બ્લોકમાં પબ્લિક હેલ્થ લેબ બનાવવામાં આવશે. 

– નિર્મલા સીતારમને જણાવ્યું કે, મનરેગા હેઠળ ફાળવેલ રકમમાં 40 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી પ્રવાસી મજૂરોને રોજગાર મળશે. મનરેગાનું પહેલા બજેટ અનુમાન 61 હજાર કરોડ રૂપિયા હતું. 

રિલેટેડ ન્યૂઝ