જેતપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, પોલીસે CCTVના આધારે નરાધમને ઝડપી પાડ્યો

જેતપુર: શહેરમાં લોકડાઉન વચ્ચે 18મેની મઘરાતે ફૂટપાથ પર સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યા વ્યક્તિએ અપહરણ કરીને બાજુની શેરીમાં લઇ ગયો હતો. ત્યાર બાદ આ વ્યક્તિએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. જેના પગલે આરોપી તો ભાગી છુટ્યો હતો. જો કે તે ભાગતો હતો ત્યારે સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો.
પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે આરોપીને ગણત્રીનાં સમયમાં જેતપુર ચોકડી ખાતેથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીનાં આધારે આરોપીને પકડવામાં સરળતા રહી હતી. હાલ તો તેની મેડિકલ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ