પાકિસ્તાનમાં મોટી વિમાન હોનારત : 100 થી વધુ નાં મોત. લાહોરથી કરાંચી જતું વિમાન રહેણાક વિસ્તાર પર ક્રેશ થયું

રાચી. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સ એરક્રાફ્ટ કરાચી એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે.  આ પેસેન્જર પ્લેનમાં ઈકોનોમી ક્લાસમાં 85 લોકો અને બિઝનેસ ક્લાસમાં 6 લોકો એમ કુલ 91 યાત્રીઓ હતા. આ ઉપરાંત 7 ક્રૂ મેમ્બર્સ પણ હોવાની માહિતી મળી છે. જોકે હજી સુધી સત્તાવાર મોતનો આંક જાહેર કરવામાં આવ્યો નથી.

આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સના પ્રવક્તા અબ્દુલ સત્તારે આ સમાચારને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે આ  A-320 ફ્લાઈટ 90 મુસાફરોને લઈને લાહોરથી કરાચી જઈ રહી હતી.

પ્લેન ક્રેશન થયાની જાણ થતા રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

– પ્લેન લાહોરથી કરાંચી જઈ રહ્યું હતું.

– લેન્ડ થવાના થોડા સમય પહેલાં જ ક્રેશ થયું.

રિલેટેડ ન્યૂઝ