કોરોનાના 363 નવા કેસ સામે 392 દર્દી ડિસ્ચાર્જ, 29ના મોત, કુલ કેસ 13,273-મૃત્યુઆંક 802

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 363 દર્દી નોંધાયા છે અને 29ના મોત થયા છે. જ્યારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં બીજીવાર કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 13,273 કેસ નોંધાયા છે અને  મૃત્યુઆંક 802 થયો છે. જ્યારે 10 મેના રોજ 398 કેસ અને 454 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 363 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ