વડોદરાની પેરાગોન કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

વડોદરાની એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની જ્વાળાઓ દુર દુર સુધી જોવા મળી રહી છે. ત્યારે આ ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને હાલ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિત અનુસાર, વડોદરાના પાદરના જાસપુર રોડ પર આવેલી પેરાગોન કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને પગલે પાદરા પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. જ્યારે આ ઘટનાને પગલે મેજર કોલ જાહેર કર્યો છે. હાલ પાદરા ફાયર ફાઈટર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ