રાજકોટજિલ્લાના જસદણમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં હવે એક પછી એક કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે આજે ધોરાજીનો કેસ આવ્યા પછી જસદણ પંથકમાં સાંજે વધુ 2 પોઝિટિવ કેસો નોંધાતા રાજકોટમાં કુલ આંક વધીને 88 ઉપર પહોંચ્યો છે

રાજકોટ શહેરમાં લોકડાઉન 4 પછી થોડી છૂટછાટ મળતા લોકો ગેલમાં આવી ગયા છે જેને લીધે કોરોના સંક્રમણ વધવાની દહેશત પણ વધી ગઈ છે આ પરિસ્થિતિમાં ધોરાજીના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી હવે રાજકોટ શહેરની બદલે રાજકોટ જિલ્લામાં કોરોના પગપ્રસેરો કરતો હોય તેવું લાગી રહ્યું છે કારણકે બપોર બાદ જસદણ પંથકમાં વધુ બે પોઝિટિવ કેસો નોંધાતા રાજકોટમાં કુલ આંક 88 ઉપર પહોંચી ગયો છે જસદણની 50 વર્ષીય મહિલા અને આટકોટના 44 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ જિલ્લામાં પોઝિટિવની સંખ્યા વધીને 12 સુધી પહોંચી ગઈ છે શહેરના 76 સહિત કુલ સંખ્યા 88 ઉપર પહોંચી ગઈ છે રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં 3 કેસ નોંધાતા તંત્ર ફરી હરકતમાં આવી ગયું છે

રિલેટેડ ન્યૂઝ