વિપક્ષી દળોની બેઠકમાં સોનિયા ગાંધીનું નિવેદન આર્થિક પેકેજ દેશનાં નાગરિકો સાથે ક્રૂર મજાક સમાન

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ અને ચક્રવાતી તોફાન અમ્ફાન સંકટ વચ્ચે શુક્રવારે વિપક્ષી દળોની બેઠક યોજાઇ. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી અમ્ફાનને આપદા જાહેર કરવાની માંગ કરવામાં આવી. બીજી તરફ સોનિયા ગાંધીએ બેઠક શરૂઆત કરતાની સાથે જ કોરોના સંકટ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું.  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો લાગ્યો છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ મોટા પ્રમાણમાં આર્થિક પ્રોત્સાહન આપવાની તત્કાલ જરૂર હોવાનું જણાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 12 મેના રોજ 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજની જાહેર કરી અને પછીનાણામંત્રી બીજા 5 દિવસ સુધી તેની માહિતી આપતા રહ્યા. આ દેશ સાથે એક ક્રુર મજાક છે. 

રિલેટેડ ન્યૂઝ