‘અમ્ફાન’ ના કહેર પર PM મોદીની જાહેરાત, પશ્વિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ

નવી દિલ્હી: અમ્ફાન વાવાઝોડા ના કારણે પશ્વિમ બંગાળના થયેલી તબાહીનું નિરિક્ષણ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે ‘આ વાવાઝોડાના કારણે 80 લોકોના મોત થયા છે. જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તે બધા પ્રત્યે અમારી સંવેદનાઓ છે અને આ સંકટની ઘડીમાં અમે તેમની સાથે છીએ.

પીએમ મોદીએ કહ્યું કે ‘આ સંકટની ઘડીથી જલદી બહાર નિકાળી શકાય, તેના માટે રાજ્ય સરકારને ભારત સરકાર તરફથી તાત્કાલિક એક હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે જ આ અકસ્માતમાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહતકોષમાંથી આપવામાં આવશે.’

રિલેટેડ ન્યૂઝ