એરંડા વાયદા નરમ: ખાદ્યતેલો સ્થિર

(1)રૂ-કપાસ બજારમાં સુસ્તી

(2)વિદેશ પાછળ સોના-ચાંદી બજાર ટકેલુ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.29
સપ્તાહના પ્રારંભે સીંગતેલ સહીતના ખાદ્યતેલો જળવાયેલા રહ્યા હતા. મગફળી, ખાંડ અને ચણા બેસન બજારમાં ખાસ ઘરાકી જોવા નહી મળતા ભાવમાં સ્થિર વલણ રહ્યું હતું. એરંડા વાયદામાં વલણ નરમ જણાતુ હતું. જયારે રૂ- કપાસ બજારમાં પણ સુસ્તીવાળો માહોલ રહ્યો હતો. વિદેશી નિતી પાછળ સોના ચાંદી બજાર ટકેલુ રહ્યું હતું.
મગફળી
મગફળી બજારમાં વેંચવાલી ના હોય ભાવ સ્થિર રહ્યા હતા. રાજકોટમાં મગફળી જાડી 1220- 1230, મગફળી જીણી 1220- 1230 જયારે જુનાગઢમાન 3500 ગુણીની આવકે પિલાણ 22000, મગફળી જાડી 24200, જી-20 24400 અને મગફળી જીણીના ભાવ 25300 ઉપર રહ્યા હતા.
ખાદ્યતેલો
સીંગતેલ સહીતના ખાદ્યતેલના ભાવ પ્રમાણમાં જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં લુઝ 1325- 1335 જયારે 15-20 ટેન્કરના કામકાજે કપાસીયા વોશ 775- 780 ઉપર ભાવ નોંધાયા હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2290- 2320, 15 કિગ્રા લેબલ ટીન 2250- 2280, 15 લિટર નવા ટીન 2110-2150 અને 15 લિટર લેબલ ટીન 2080- 2110 ભાવ રહ્યા હતા. જયારે સાઇડ તેલોમાં કપાસીયા 15 કિગ્રા ટીન 1360- 1375 15 લિટર ટીન 1260- 1275, વનસ્પતી 1050- 1160, પામોલીન 1270- 1280, કોપરેલ 2500-2550, દીવેલ 13690-1390, કોર્ન 1440-1460, મસ્ટર્ડ ઓઇલ, 1570-1590 અને સનફલાવરના ભાવ 1450-1480 નોંધાયા હતા.
સીંગખોળ રાજકોટમાં 27500 અને જુનાગઢમાં 27250 ઉપર રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમાં ઘરાકીના અભાવે ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નહોતો. રાજકોટમાં 500 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3510- 3570 અને સી ગ્રેડના 3660- 3760 ભાવ નોંધાયા હતા.
ચણા બેસન
કાચા માલની માંગ જોવા નહી મળતા ચણા બેસન બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા. ચણા 4300- 4400 બેસન 4400- 4500 અને ચણા દાળના ભાવ 5500- 5700 ઉપર નોંધાયા હતા.
એરંડા
એરંડા વાયદામાં ટોન નરમ જોવા મળ્યો હતો. ભાવમાં રૂ.10નો ઘટાડો નોંધાયો હતો. જયારે દીવેલમાં 400-500 ટનના વેપાર વચ્ચે ભાવ 820 ઉપર રહ્યા હતા.
એરંડા બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતમાં આવક 100000 ગુણીથી ઘટીને 70000- 75000 ગુણી જોવા મળી હતી. જયારે ભાવ 755- 775 જયારે સૌરાષ્ટ્રમાં 3200- 3300 ગુણીની આવકે ભાવ 740- 780 ભાવ નોંધાયો હતો. મુખ્ય પીઠામાં જગાણા 790, કડી 785- 790, કંડલા 780- 785, માવજી હરી 790- 795 અને ગીરનારમાં ભાવ 790- 795 ઉપર રહ્યા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં સુસ્તીવાળો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં રૂ-ગાંસડી 32800-33200, કપાસીયા 460- 485 જયારે માણાવદરમાં રૂ-ગાંસડી 32400- 32700 અને કપાસીયા 480- 490 ભાવ જણાતા હતા.
કપાસ બજારમાં દેશમાં 51000 ગાંસડી આવક રહી હતી. જયારે ગુજરાતમાં 17000 ગાંસડી અને સૌરાષ્ટ્રમાં 50000 મણની આવકે સરેરાશ ભાવ 700- 965 ઉપર નોંધાયા હતા.
રાજકોટમાં 8000- 9000 મણ આવક રહી હતી. કપાસીયા ખોળ રાજકોટમાં 950- 1160 કડીમાં 1100- 1120 અને માણાવદરમાં 1000 ઉપર રહ્યો હતો.
સોના-ચાંદી
વિદેશનિતી પાછળ ભારતીય સોના ચાંદી બજાર સ્થિર રહ્યું હતું. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 49380 જયારે સોનામાં સ્ટાન્ડર્ડ 50100 અને 22 કેરેટના ભાવ 47700 ઉપર જોવા મળ્યા હતા. બિસ્કીટ 501000 ઉપર રહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ