દિવસભરની વધઘટ બાદૃ અંતો સેન્સેક્સ૫૧૯ અંક ઉછળ્યો

(જી.એન.એસ) મુંબઇ,તા.૨૩
દિૃવસભરની વધઘટ બાદૃ સતત ચોથા દિૃવસે મંગળવારે અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર ઉછાળા સાથે બંધ આવ્યું છે. રોકાણકારો દ્વારા લગભગ બધા સેક્ટર્સમાં ખરીદૃદૃારી થતા માર્કેટને સપોર્ટ મળ્યો છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૧૯ અંક અથવા ૧.૪૯ ટકા વધીને ૩૫,૪૩૦ નજીક જ્યારે નિટી ૫૦ આંક ૧૫૯ પોઈન્ટ અથવા ૧.૫૫ ટકા ઉછળીને ૧૦,૪૭૧ નજીક સેટલ થયા છે.
બેંક નિટીની વાત કરીએ તો ઈન્ડેક્સ ૫૫૬ પોઈન્ટ વધીને ૨૨,૩૧૮ નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૬૯ ટકા અને ૧.૮૦ ટકા ઉછળીને બંધ આવ્યા છે. જ્યારે વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ઓઇલએન્ડગેસ, હ્લસ્ઝ્રય્, મેટલ, ઓટો સહિત લગભગ તમામ સેક્ટર્સમાં પોઝિટિવ વલણ જોવા મળ્યું. પરંતુ એનર્જી સેક્ટર વેચવાલીના ભાગરૂપે ચાલ મંદૃ રહી.
મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ ૧,૯૨૯ શેર્સમાં તેજી જ્યારે ૭૪૯ શેર્સમાં મંદૃી જોવા મળી છે. ઉપરાંત લગભગ ૧૪૩ શેર્સ ફેરફાર વગર રહૃાા છે. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદૃના કારણે ઉભી થયેલ તંગદિૃલીની અસર શેરબજાર પર જોવા મળી. ઉપરાંત દૃેશમાં કોરોના વાયરસ સંક્રમિત દૃર્દૃીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહૃાો છે. જેના કારણે પણ ઘરેલુ શેરબજાર પ્રભાવિત થયું.
ચલણની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો ૩૭ પૈસા મજબૂત થઈને ૭૫.૬૬ પર બંધ આવ્યો. જ્યારે આ પહેલા સોમવારે રૂપિયો ૭૬.૦૩ પર બંધ આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ