કપાસીયા તેલમાં રૂા.20નો વધારો: સીંગતેલ રૂા.15 વધ્યું

ચણા-બેસન બજારમાં રૂા.100નો ઉછાળો

વિદેશ પાછળ સોના-ચાંદી મનમોર

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.12
સપ્તાહના અંતીમ દિને ખાદ્યતેલોમાં લેવાલી નિકળતા ભાવમાં વધારો જોવા મળેલો હતો. મગફળી બજારમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં 8000 ગુણીની આવક રહી હતી. ખાંડ બજાર જળવાયેલું રહ્યું હતું જયારે ચણા-બેસન બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. એરંડા વાયદા સ્થિર જોવા મળ્યા હતા. રૂ-કપાસ બજાર મકકમ રહ્યું હતું. વિદેશ પાછળ સોના-ચાંદી બજાર મનમોર જણાતું હતું.
મગફળી
મગફળી બજારમાં ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. રાજકોટમાં મગફળી જાડી 1010-1020, મગફળી જીણી 1070-1080 ભાવ રહ્યા હતા. સૌરાષ્ટ્રના યાર્ડોમાં 8000 ગુણી મગફળીની આવકે સરેરાશ ભાવ 900-1100 રહ્યા હતા. ગોંડલમાં મગફળી જાડી 650-1056 મગફળી જીણી 700-1071 ભાવ જણાતા હતા.
ખાદ્યતેલો
સીંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. રાજકોટમાં લૂઝના ભાવ 1225-1235 જયારે 25-30 ટેન્કરના કામકાજ વચ્ચે કપાસીયા વોશ 900-903 ઉપર ભાવ નોંધાયા હતા.
રાજકોટમાં સીંગતેલમાં રૂા.15 વધતા આજના ભાવ 15 કિગ્રા નવા ટીન 2,110-2,145 15 કિગ્રા લેબલ ટીન 2,070-2,110, 15 લિટર નવા ટીન 1940-1980, 15 લિટર લેબલ ટીન 1900-1940 ભાવ નોંધાયા હતા. સાઈડતેલોમાં કપાસીયા તેલમાં રૂા.20ના વધારા સાથે 15 કિગ્રા નવા ટીન 1560-1585, 15 કિગ્રા જૂના ટીન 1530-1545, 15 લિટર નવા ટીન 1460-1485, 15 લિટર જૂના ટીન 1430-1445 વનસ્પતી ઘી 1260-1320, પામોલીનમાં રૂા.5 વધતા 1360-1365, કોપરેલ 2690-2760, દિવેલ 1430-1450, કોર્ન 1485-1510, મસ્ટર્ડ ઓઈલ 1690-1700 અને સનફલાવરના ભાવમાં રૂા.20 વધતા ભાવ 1650-1670 રહ્યા હતા.
રાજકોટમાં સીંગખોળ 28000 ઉપર નોંધાયો હતો.
ખાંડ
બજારમાં ખાસ ઘરાકી ના હોય ખાંડ બજારમાં સ્થિર વલણ જોવા મળ્યું હતુ. રાજકોટમાં 1000 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3,550-3,630 અને સી ગ્રેડના ભાવ 3,630-3,730 ઉપર નોંધાયા હતા.
ચણા-બેસન
કાચા માલની ખાસ માંગ ના હોય ચણા-બેસન, બજાર જળવાયેલુ રહ્યું હતું. જો કે એમસીએકસમાં ફેરફાર થતા ભાવ રૂા.100 વધેલા જણાતા હતા. રાજકોટમાં ચણા 52,00-5,300, બેસન 5,100-5,200 અને ચણા દાળના ભાવ 6,700-6,900 ઉપર નોંધાયા હતા.
એરંડા
એરંડા વાયદામાં સ્થિરતા હતા. હાજરમાં સામાન્ય વધઘટ હતી. દિવેલનો ભાવ રૂા.845-847 હતો. દિવસ દરમિયાન 100 ટનના વેપાર જણાતા હતા.
એરંડા બજારમાં ગુજરાતના પીઠાઓમાં એરંડાની આવક 35,000-40,000 હતી. યાર્ડોમાં રૂા.780-795માં વેંચાયા હતા. સૌરાષ્ટ્રમાં 2500 ગુણીની આવક થતા ભાવ રૂા.750-776 બોલાયા હતા. મુખ્ય પીઠામાં જગાણામાં શિપરની ખરીદી 822, કડીમાં રૂા.817, કંડલામાં રૂા.810-812, માવજીહરી 810-815 અને ગીરનાર 810-815 ઉપર ભાવ જણાતા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં આવકની સાથે-સાથે ભાવ મકકમ જણાતા હતા. રાજકોટમાં રૂા.ગાંસડી 35,300-35,800, કપાસીયા 500-520 જયારે માણાવદરમાં રૂ ગાંસડી 35,500-36,500, કપાસીયા 500-510 ઉપર ભાવ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસની આવક 17000-18000 મણ રહી હતી. રાજકોટમાં 6,000-6,500 મણની આવક જણાતી હતી. ગુજરાતમાં 3,000-3500 ગાંસડી અને દેશમાં 10,500 ગાંસડીની આવક રહી હતી.
કપાસીયા ખોળ રાજકોટમાં 1000-1300, કડીમાં 1200-1220 અને માણાવદરમાં 1,050-1,060 ભાવ નોંધાયા હતા.
સોના-ચાંદી
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવ મનમોર જણાતા હતા. રાજકોટમાં ચાંદી, પ્રતિ કિગ્રાએ ભાવ 66,800 જયારે સોનામાં સ્ટાન્ડર્ડ 53,000 અને 22 કેરેટના ભાવ 51,400 ઉપર જણાતા હતા. બિસ્કીટ 5,30,000 ઉપર રહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ