સીંગતેલ અને કપાસીયા તેલમાં રૂા. 30નો ઉછાળો

(પ્રતિનિધી દ્વારા) રાજકોટ તા. 14
સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવી મગફળીની આવક શરૂ થતાની સાથે સીંગતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સાઇડતેલોમાં કપાસીયા, સનફલાવરના તેલમાં ભાવ વધેલા જણાતા હતા. મગફળી, ખાંડ અને ચણા – બેસન બજાર જળવાયેલા હતા. એરંડા વાયદામાં અન્ડરટોન પ્રમાણમાં સારો હતો. જ્યારે રૂ – કપાસ બજારમાં અન્ડટોન મજબુત હતો પરંતુ ભાવછ મક્કમ રહ્યા હતા. વિદેશ પાછળ સોના – ચાંદી બજારમાં ભાવ ઉંચકાયેલા હતા.
મગફળી
મગફળી બજારમાં ભાવ જળવાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવી મગફળીની 30000 ગુણીની આવક રહી હતી. સરેરાશ ભાવ 800-1000 રહ્યાં હતા. રાજકોટમાં જાડી 1020-1030 મફગફળી જીણી 1070-1080 ભાવ નોંધાયા હતા.
ખાદ્યતેલો
સૌરાષ્ટ્રના યાર્ડોના નવી મગફળીની આવક શરૂ થતાં જ સીંગતેલના ભાવમાં રૂા. 30નો ઉછાળો જોવા મળ્યો હતો. સાઇડતેલોમાં કપાસીયા અને સનફલાવરના તેલમાં ભાવ વધારો જણાતો હતો. રાજકોટમાં 10 -15 ટેન્કરના કામકાજ વચ્ચે લૂઝના ભાવ 1275 જ્યારે 15 ગાડીના કામકાજે કપાસીયા વોશના ભાવ 915-918 જણાતા હતા.
રાજકોટ સીંગતેલમાં રૂા. 30 વધતા 15 કિગ્રા નવા ટીન 2140-2175, કિગ્રા લેબલ ટીન 2100-2140, 15 લિટર નવા ટીન 1970-2010, 15 લિટર લેબ ટીન 1930-1970 જ્યારે સાઇડતેલોમાં કપાસીયામાં રૂા. 30 વધતાની સાથે 15 કિગ્રા નવા ટીન 1590-1615, 15 કિગ્રા જૂના ટી 1560-1575, 15 લિટર નવા ટીન 1490-1515, 15 લિટર જુના ટીન 1460-1475, વનસ્પતી ઘી 1260-1320, પામોલીન 1375-1380, કોપરેલ 2690-2760, દીવેલ 1430-1450, કોર્ન 1485-1510, મસ્ટર્ડ ઓઇલ 1490-1500, સનફલાવરમાં રૂા. 30 વધતા આજના ભાવ 1680-1700 રહ્યાં હતા.
સીંગખોળ રાજકોટમાં 28250 જોવા મળ્યો હતો.
ખાંડ
ખાંડ બજારમાં ભાવ જળવાયેલા રહ્યાં હતા. રાજકોટમાં 500 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3550-3630 અને સી ગે્રડના ભાવ 3630-3730 જોવા મળ્યા હતા.
ચણા – બેસન
કાચા માલની બજારમાં માંગના હોય, ચણા – બેસન બજારમાં ભાવ જળવાયેલા રહ્યાં હતા. રાજકોટમાં ચણા 5200-5300 બેસન 5100-5200 અને ચણા દાળના ભાવ 6700-6900 ઉપર જોવા મળ્યા હતા.
એરંડા
એરંડા વાયાદમાં પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. 150-200 ટનના વેપાર વચ્ચે દીવેલના ભાવ 843-845 ભાવ જણાતા હતા.
એરંડા બજારમાં ગુજરાતમાં 30000-35000 ગુણીની આવકે સરેરાશ ભાવ 785-800 જ્યારે સૌરાષ્ટ્રમાં 2600-2700 ગુણીની આવક વચ્ચે ભાવ 740-781 નોંધાયા હતા. મુખ્ય પીઠામાં જગાણા 823, કડીમાં 817, કંડલા 815, માવજીહરી 815-820 અને ગીરનારના ભાવ 810-815 ઉપર રહ્યાં હતા.
રૂ – કપાસ
રૂ – કપાસ બજારમાં અન્ડર ટોન મજબૂત રહ્યો હતો. જ્યારે ભાવ મક્કમ જણાતા હતા. રાજકોટમાં રૂ – ગાંસડી 35300-35600, કપાસીયા 500-530, માણાવદરમાં રૂ ગાંસડી 35500-36700 અને કપાસીયા 510-545 ભાવ જોવા મળ્યા હતા.
કપાસ બજારમાં દેશમાં 11500 ગાંસડી તેમજ ગુજરાતમાં 3500 ગાંસડીની આવક જણાતી હતી. સૌરાષ્ટ્રમાં 17000-18000 મણની આવક વચ્ચે સરેરાશ ભાવ 800-1027 જોવા મળ્યા હતા. રાજકોટમાં 5500 મણની આવક રહી હતી. સુરેન્દ્રનગર વાયદો 1033-1037 ઉપર જણાતો હતો.
કપાસીયા ખોળ કડીમાં 1240-1250 રાજકોટમાં 1000-1300 અને માણાવદરમાં 1050-1060 ઉપર રહ્યો હતો.
સોનાચાંદી
વૈશ્ર્વીક અર્થતંત્રમાં ફેરફાર જોવા મળતા ભારતીય સોના – ચાંદી બજારમાં ભાવમાં રૂા. 100-400નો વધારો જણાતો હતો. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ રૂા. 400 વધતા આજના ભાવ 67200 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 53100 અને 22 કેરેટના ભાવ 51500 ઉપર જણાતા હતા.

રિલેટેડ ન્યૂઝ