સોનું 54,000 નજીક: ચાંદી 68,500ને પાર

સીંગતેલ સ્થિર: સાઈડતેલો વધ્યા

રૂ-કપાસ બજારમાં અન્ડરટોન મજબૂત, ભાવ મકકમ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.15
સીંગતેલના ભાવ જળવાયેલા રહ્યા હતા. જયારે સાઈડતેલોમાં ભાવ વધેલા જોવા મળતા હતા. મગફળી, ખાંડ અને ચણા-બેસન બજાર જળવાયેલું રહ્યું હતું. એરંડા વાયદા મનમોર જણાતા હતા. રૂ-કપાસ બજારમાં અન્ડરટોન મજબૂત હતો. જો કે ભાવ ટકેલા રહ્યા હતા. વિદેશ પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવ વધેલા જણાતા હતા.
મગફળી
મગફળી બજારમાં સૌરાષ્ટ્રમાં 30,000 ગુણીની આવકે ભાવ 800-1000 ઉપર રહ્યા હતા. રાજકોટની બજારોમાં જૂની મગફળીમાં રૂા.30 વધતા મગફળી જાડી 1050-1060, મગફળી જીણી 1100-1110 ભાવ રહ્યા હતા. ગોંડલ યાર્ડમાં મગફળી જાડી 625 1031 અને મગફળી જીણી 600-981 ઉપર ભાવ નોંધાયા હતા.
ખાદ્યતેલો
સીંગતેલના ભાવ જળવાયેલા રહ્યા હતા. જો કે સાઈડતેલોમાં કપાસીયા રૂા.5 અને વનસ્પતી ઘીમાં રૂા.20નો વધારો જોવા મળ્યો હતો. રાજકોટમાં 10-15 ટેન્કરના કામકાજે લૂઝના ભાવ 1275 જયારે 10-15 ગાડીના કામકાજ વચ્ચે કપાસીયા વોશ 925-928 ભાવ રહ્યા હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2,140-2,175, 15 કિગ્રા લેબલ ટીન 2100-2140, 15 લિટર નવા ટીન 1970 2010, 15, બિટર લેબલ ટીન 1930-1970 ભાવ જણાતા હતા. સાઈડતેલોમાં કપાસીયામાં રૂા.5 વધતા 15 કિગ્રા નવા ટીન 1595-1620, 15 કિગ્રા જૂના ટીન 1565-1580, 15 લિટર નવા ટીન 1495-1520, 15 લિટર જૂના ટીન 1465-1480, વનસ્પતી ઘીમાં રૂા.20 વધતા ભાવ 1280-1340, પામોલીન 1375-1380, કોપરેલમાં રૂા.10 વધતા 2700-2780 દિવેલ 1430-1450, કોર્ન 1485-1510, મસ્ટર્ડ ઓઈલ 1690-1700 અને સનફલાવર 1680-1700 ભાવ નોંધાયા હતા.
રાજકોટમાં સીંગખોળ 28,250 રહ્યો હતો.
ખાંડ
ખાંડ બજારમાં આવક વધેલી જણાતી હતી, જો કે ભાવ જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં 800 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3,550-3,630 અને સી ગ્રેડના ભાવ 3,630-3,730 ભાવ નોંધાયા હતા.
ચણા-બેસન
ચણા-બેસન બજારમાં ભાવ જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં ચણા 5,200-5,300, બેસન 5,100-5,200 અને ચણા દાળના ભાવ 6,700-6,900 ઉપર નોંધાયેલા જણાતા હતાં.
એરંડા
એરંડા વાયદા મનમોર જણાતા હતા. જયારે 200-250 ટનના કામકાજ વચ્ચે ભાવ 840 જોવા મળ્યા હતાં.
એરંડામાં ગુજરાતમાં 35,000 ગુણીની આવકે ભાવ 785-795 જયારે સૌરાષ્ટ્રમાં 2500 ગુણીની આવક નોંધાઈ હતી. ભાવ 740-776 ઉપર રહ્યા હતા. મુખ્ય પીઠામાં જગાણામાં શીપરની ખરીદી રૂા.822માં થઈ હતી. કડી 815, કંડલા 810-812, માવજીહરી 805-810 અને ગીરનારના ભાવ 800-805 ઉપર રહ્યા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં અન્ડરટોન મજબૂત જોવા મળ્યો હતો. પરંતુ ભાવ મકકમ રહ્યા હતા. રાજકોટમાં રૂ-ગાંસડી 35,300-35,600, કપાસીયા 500-530, માણાવદરમાં રૂ-ગાંસડી 35,500-36,800 અને કપાસીયા 540-550 ભાવ જણાતા હતા.
કપાસ બજારમાં દેશમાં 14,800 ગાંસડી તેમજ ગુજરાતમાં 3500 ગાંસડીની આવક રહી હતી. સૌરાષ્ટ્રમાં 13,000-14,000 મણની આવકે ભાવ 800-1025 ઉપર રહ્યા હતા. રાજકોટમાં 5,500 મણની આવક રહી હતી. સુરેન્દ્રનગર વાયદો 1040-1045 રહ્યો હતો.
કપાસીયા ખોળ કડીમાં 1240-1250 અને માણાવદરમાં 1070 રહ્યો હતો.
સોના-ચાંદી
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. રાજકોટમાં રૂા.600 થી 1400 સુધીના ભાવ વધેલા જોવા મળ્યા હતા. ચાંદીમાં રૂા.1400 વધતા આજના ભાવ 68,600 જયારે સોનામાં સ્ટાન્ડર્ડમાં રૂા.600 વધતા ભાવ 53,700 અને 22 કેરેટના ભાવ 52,100 ઉપર જણાતા હતા. બિસ્કીટના ભાવ 5,37,000 રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ