સીંગતેલમાં રૂા.10નો ઘટાડો: એરંડા ટકેલા

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.23
સીંગતેલના ભાવમાં રૂા.20 ઘટેલા જણાતા હતા, જયારે સાઈડતેલોમાં જળવાયેલું વલણ રહ્યું હતું મગફળી, ખાંડ અને ચણા-બેસન બજારમાં ભાવ સતત સ્થિર રહ્યા હતા. એરંડા વાયદામાં પણ ટોન ટકેલો રહ્યો હતો. રૂ-કપાસ બજાર મનમોર જોવા મળ્યું હતું. જયારે વિદેશી અર્થતંત્રને કારણે સોના-ચાંદી બજારમાં ભાવ ઘટેલા જોવા મળ્યા હતા.
મગફળી
મગફળી બજાર જળવાયેલું રહ્યું હતું. રાજકોટના યાર્ડમાં નવી મગફળીની આવક બંધ રહી હતી. જયારે બજારમાં મગફળી જાડી 1,030-1,040 અને મગફળી જીણી 1,090-1100 ઉપર ભાવ જોવા મળ્યા હતા.
ખાદ્યતેલો
સીંગતેલના ભાવમાં રૂા.10નો ઘટાડો જોવા મળ્યો હતો. સાઈડતેલોમાં ભાવ જળવાયેલા જણાતા હતા. રાજકોટમાં લૂઝમાં રૂા.10 ઘટતા આજના ભાવ 1240-1250 અને 10-15 ટેન્કરના કામકાજ વચ્ચે કપાસીયા વોશ 920-923 ઉપર ભાવ જણાતા હતા.
રાજકોટમાં સીંગતેલમાં રૂા.10 ઘટતા, 15 કિગ્રા, નવા ટીન 2,120-2,160, 15 કિગ્રા લેબલ ટીન 2,080-2,120, 15 લિટર નવા ટીન 1950-1990, 15 લિટર લેબલ ટીન 1910-1950 ભાવ હતા. સાઈડતેલોમાં કપાસીયા 15 કિગ્રા નવા ટીન 1620-1640, 15 કિગ્રા જૂના ટીન 1580-1600, 15 લિટર નવા ટીન 1520-1540, 15 લિટર જૂના ટીન 1480-1500, વનસ્પતી ઘી 1310-1370, પામોલીન 1370, કોપરેલ 2740-2840, દિવેલ 1460-1465, કોર્ન 1510-1530, મસ્ટર્ડ ઓઈલ 1690-1700 અને સનફલાવરના ભાવ 1750-1820 ભાવ જણાતા હતા.
સીંગખોળ રાજકોટમાં 28,000 હતો.
ખાંડ
ખાંડ બજારમાં ઘરાકીના આભાવે આવકની સાથે-સાથે ભાવ જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં 600 ગુણી ખાંડની આવકે ડી ગ્રેડના ભાવ 3,550-3,630 અને સી ગ્રેડના ભાવ 3,630-3,730 ઉપર જણાતા હતા.
ચણા-બેસન
ચણા-બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. રાજકોટમાં ચણા 5,200-5,300 બેસન 5,100-5,200 અને ચણા દાળના ભાવ 6,700-6,900 ઉપર જણાતા હતા.
એરંડા
એરંડા વાયદામાં ટોન ટકેલો જોવા મળ્યો હતો. જયારે 200-250 ટનના વેપાર વચ્ચે દિવેલના ભાવ 860 ઉપર રહ્યા હતા.
એરંડા બજારમાં ગુજરાતમાં 35,000-36,000 ગુણીની આવકે ભાવ 805-820 અને સૌરાષ્ટ્રમાં 2800 ગુણીની આવકે સરેરાશ ભાવ 750-792 રહ્યા હતા, મુખ્ય પીઠામાં જગાણા 842, કડી 833, કંડલા 830, માવજીહરી 820-825 અને ગીરનાર 820-825 ઉપર ભાવ જોવા મળ્યા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં રૂમાં ભાવ વધેલો જોવા મળતો હતો. જયારે કપાસીયા અને ખોળ પ્રમાણમાં ઠંડા જણાતા હતા. રાજકોટમાં રૂ-ગાંસડી 35,500-36,000, કપાસીયા 490-520, માણાવદરમાં રૂ-ગાંસડી 35,500-37,000 અને કપાસીયા 500-550 ઉપર રહ્યા હતા.
કપાસ બજારમાં દેશમાં 22,000 ગાંસડી, ગુજરાતમાં 3000 ગાંસડી અને સૌરાષ્ટ્રમાં 25,000 મણની આવકે ભાવ 800-995 ઉપર રહ્યો હતો.
કપાસીયા ખોળ રાજકોટમાં 1000-1220, કડીમાં 1120-1200 અને માણાવદરમાં 1,060 રહ્યો હતો.
સોના-ચાંદી
વિદેશનિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવમાં નરમ વલણ જોવા મળ્યા હતું. રાજકોટમાં ચાંદી પ્રતિ કીગ્રાએ ભાવ ઘટીને 59,000 એ પહોંચ્યો છે. જયારે સોનામાં સ્ટાન્ડર્ડ 52,000 અને 22 કેરેટના ભાવ 50,300 રહ્યા હતા. બિસ્કીટ 5,20,000 ઉપર જણાતું હતું.

રિલેટેડ ન્યૂઝ