કપાસીયા તેલમાં રૂા.10નો ઘટાડો: સીંગતેલ સ્થિર

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.25
સીંગતેલના ભાવ જળવાયેલા રહ્યા હતા. જયારે સાઈડતેલોમાં કપાસીયા તેલમાં રૂા.10નો ઘટાડો જણાતો હતો. મગફળી, ખાંડ અને ચણા-બેસન બજારમાં ભાવ જળવાયેલા રહ્યા હતા. એરંડા વાયદામાં વેંચવાલી હોય ભાવમાં સુધારો જણાતો હતો. રૂ-કપાસ બજારમાં આવકની સાથે-સાથે ભાવ મકકમ રહ્યા હતા. વિદેશ પાછળ બુલીયનના ભાવમાં સુધારો નોંધાયો હતો.
મગફળી
મગફળી બજારમાં ભાવ સ્થિર જણાતા હતા. રાજકોટમાં મગફળી જાડી 1,020-1,030, મગફળી જીણી 1,110-1,120 ઉપર ભાવ બોલાયા હતા. ગોંડલ યાર્ડમાં મગફળી ઝીણી 600-1,026 અને મગફળી જાડી 625-1,071 ભાવ હતા.
ખાદ્યતેલો
સીંગતેલમાં લેવાલીના હોય ભાવમાં સ્થિરતા હતી. જયારે સાઈડતેલોમાં કપાસીયા તેલ ઘટેલા જણાતા હતા.
રાજકોટમાં લૂઝના ભાવ 1,240 જયારે 10-15 ટેન્કરના કામકાજે કપાસીયા વોશ 915-918 ઉપર ભાવ નોંધાયા હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2,100-2,140, 15 કિગ્રા લેબલ ટીન 2,060-2,100, 15 લિટર નવા ટીન 1,930-1,970, 15 લિટર લેબલ ટીન 1,890-1,930 ઉપર જણાતા હતા. કપાસીયા તેલ 15 કિગ્રા નવા ટીન 1590-1610, 15 કિગ્રા જૂના ટીન 1550-1570, 15 લિટર નવા ટીન 1490-1510, 15 લિટર જૂના ટીન 1450-1470, પામોલીન 1345-1350, મસ્ટર્ડ ઓઈલ 1690-1700, સનફલાવર 1730-1790, કોર્ન 1490-1510, વનસ્પતી ઘી 1310-1370, કોકોનટ ઓઈલ 2,740-2,840 અને દિવેલ 1460-1465 ભાવ હતા.
સીંગખોળ રાજકોટમાં 28,000 ઉપર જણાતો હતો.
ખાંડ
ખાંડ બજારમાં ખાસ ઘરાકી ના હોય ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. રાજકોટમાં 600 ગુણી ખાંડની આવકે ડી ગ્રેડના ભાવ 3,550-3,630 અને સી ગ્રેડના ભાવ 3,630-3,730 ઉપર નોંધાયા હતા.
ચણા-બેસન
કાચા માલની ખાસ માંગના હોવાના કારણે ચણા-બેસન બજાર સતત સ્થિર જોવા મળી રહ્યું છે. વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. રાજકોટમાં ચણા 5,200-5,300, બેસન 5,100-5,200 અને ચણા દાળના ભાવ 6,700-6,900 ઉપર ટકેલા નોંધાયા હતા.
એરંડા
એરંડા વાયદામાં ભાવ ઉછાળો જણાતો હતો. જયારે 150-200 ટનના વેપાર વચ્ચે દિવેલના ભાવ 860-865 ઉપર રહ્યા હતા.
ગુજરાતના યાર્ડોમાં એરંડાની 10,000-12,000 ગુણીની આવકે ભાવ 810-825 જયારે સૌરાષ્ટ્રમાં 2,600 ગુણીની આવકે સરેરાશ ભાવ 760-791 ઉપર હતા. મુખ્ય પીઠામાં જગાણા 850, કડી 840, કંડલા 840, માવજીહરી 825-830 અને ગીરનારના ભાવ 825-830 ઉપર નોંધાયા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં આવકની સાથે-સાથે ભાવ મકકમ રહ્યા હતા. રાજકોટમાં રૂ-ગાંસડી 35,500-36,200, કપાસીયા 490-615, માણાવદરમાં રૂ-ગાંસડી 36,000-37,000 અને કપાસીયા 525-550 ઉપર રહ્યા હતા.
કપાસ બજારમાં દેશમાં 22,000-23,000 ગાંસડી, ગુજરાતમાં 3,000 ગાંસડીની આવક જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં 23,000-24,000 મણની આવકે ભાવ 800-1,000 રહ્યા હતા. રાજકોટમાં 6,000-6,500 મણની આવક જણાતી હતી. સુરેન્દ્રનગર વાયદો 1,026-1,028 રહ્યા હતા.
કપાસીયા ખોળ રાજકોટમાં 1,000-1,220, કડીમાં 1,170-1,180 અને માણાવદરમાં 1,060 રહ્યો હતો.
સોના-ચાંદી
વિદેશનિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજાર ઉંચું જણાતું હતું. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 57,700 જયારે સોનામાં સ્ટાન્ડર્ડ 51,400 અને 22 કેરેટના ભાવ 50,300 ઉપર રહ્યા હતા. બિસ્કીટ 5,14,000 ઉપર જણાતું હતું.

રિલેટેડ ન્યૂઝ