સીંગતેલમાં રૂ.20 અને કપાસીયા તેલમાં રૂ.10 વધ્યા

(એરંડા વાયદા સારા: રૂ-કપાસ મક્કમ

સોના-ચાંદી બજાર પ્રમાણમાં નરમ

પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.17
નવરાત્રીનો તહેવાર હોય સીંગતેલ અને કપાસીયા તેલમાં તેજી જોવા મળી હતી. અન્ય તેલો સ્થિર રહ્યા હતા. વરસાદની આગાહીના પગલે આજે મોટા ભાગના યાર્ડોમાં મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી. કાંડ બજારમાં લેવાલી નીકળતા આવક વધી હતી. જો કે ભાવ જળવાયેલા રહ્યા હતા. ચણા-બેસન બજાર સ્થિર રહ્યું હતું. એરંડા વાયદા પ્રમાણમાં સારા જણાતા હતા. રૂ-કપાસ બજારમાં આવકની સાથે સાથે ભાવ મક્કમ હતા. વિદેશ નિતિ પાછળ ભારતીય સોના-ચાંદી બજાર મનમોર રહ્યું હતું.
મગફળી
આજે વરસાદની આગાહી હોય સૌરાષ્ટ્રના અનેક યાર્ડોમાં મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી. રાજકોટની બજારમાં મગફળી જાડી 1075-1080 અને મગફળી જીણી 1180-1190 ઉફર ભાવ નોંધાયા હતા.
ખાદ્યતેલો
સપ્તાહના અંતીમ દિવસે સીંગતેલમાં રૂ.20 અને કપાસીયા તેલમાં રૂ. 10 નો વધારો જોવા મળ્યો હતો. અન્ય તેલો સ્થીર રહ્યા હતા. રાજકોટમાં 20-25 ટેન્કરના કામકાજ વચ્ચે લૂઝ 1300-1310 જ્યારે 15-20 ગાડીના કામકાજે કપાસીયા વોશના ભાવ 900-903 ઉપર જણાતા હતા.
રાજકોટમાં સીંગતેલમાં રૂ.20 વધતા 15 કિગ્રા નવા ટીન 2180-2220, 15 કિગ્રા લેબલ ટીન 2140-2180, 15 લિટર નવા ટીન 2010-2050, 15 લિટર લેબલ ટીન 1970-2010, ઉફર હતા. સાઈડ તેલોમાં કપાસીયા વોશમાં રૂ. 10 વધતા 15 કિગ્રા નવા ટીન 1585-1615, 15 કિગ્રા જૂના ટીન 1545-1575, 15 લિટર નવા ટીન 1485-1515, 15 લિટર જૂના ટીન 1445-1475, વનસ્પતી ઘી 1320-1400, પામોલીન 1390-1395, કોપરેલ 2850-2900, દીવેલ 1475-1480, કોર્ન 1420-1460, મસ્ટર્ડ ઓઈલ 1710-1720 અને સનફ્લાવરના ભાવ 1700-1720 ઉપર રહ્યા હતા. સીંગ ખોળ રાજકોટમાં 26750 અને જૂનાગઢમાં 27000 ઉપર રહ્યો હતો.
ખાંડ
નવરાત્રીના પાવન પર્વએ ખાંડમાં લેવાલી જોવા મળતા આવકમાં વધારો જોવા મળ્યો હતો. જો કે ભાવ જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં 1000 ગુણી ખાંડની આવકે ડી ગ્રેડના ભાવ 3,500-3580 અને સી ગ્રેડના ભાવ 3600-3680 જણાતા હતા.
ચણા-બેસન
કાચા માલની માંગ ના હોવાના કારણે ચણા-બેસન બજાર જળવાયેલું રહ્યું હતું. રાજકોટમાં ચણા 5600-5700, બેસન 5500-5600 અને ચણા-દાળના ભાવ 7200-7400 ઉપર નોંધાયા હતા.
એરંડા
એરંડા વાયદ પ્રમાણમાં સારા રહ્યા હતા. જ્યારે 200-250 ટનના વેપાર વચ્ચે દીવેલના ભાવ 870 ઉપર હતા.
ગુજરાતમાં 35000-40000 ગુણીની આવકે ભાવ 810-825 સૌરાષ્ટ્રમાં 2700-2800 ગુણીની આવકે સરેરાશ ભાવ 775-811 ઉપર નોંધાયા હતા. મુખ્ય પીઠામાં જગાણા 855, કડી 850, કંડલા 845-848, માવજી હરી 840-845 અને ગીરનારના ભાવ 840-845 ઉપરજોવા મળ્યા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજાર મક્કમ જોવા મળ્યું હતું રાજકોટમાં રૂ-ગાંસડી 38000-39000, કપાસીયા 490-500 જ્યારે માણાવદરમાં રૂ-ગાંસડી 37000-38600 અને કપાસીયા 500-525 ઉપર ભાવ રહ્યો હતો.
કપાસ બજારમાં દેશમાં 77000-78000 ગાંસડી તેમજ ગુજરાતમાં 20000 ગાંસડીની આવક જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં 1,50,000 મણની આવકે સરેરાશ ભાવ 850-1030 ઉપર જણાતા હતા. રાજકોટમાં 12000 મણની આવક રહી હતી.
કપાસીયા ખોળ રાજકોટમાં 950-1170, કડીમાં 1140-1150 અને માણાવદરમાં 1020 ઉપર રહ્યો હતો.
સોના-ચાંદી
વિદેશ નિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજાર પ્રમાણમાં નરમ જોવા મળ્યું હતું. રાજકોટમાં ચાંદી પ્રતિ કીગ્રાએ ભાવ 61750 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 52400 અને 22 કેરેટના ભાવ 50250 ઉપર નોંધાયા હતા. બિસ્કીટ 5,24,000 ઉપર રહ્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ