સપ્તાહના પ્રારંભે શેરબજારમાં તેજી: સેંસ્ોક્સ ૪૪૯ પોઈન્ટ અપ

નિટીમાં ૧૧૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, બ્ોર્િંન્કગ અને નાણાંકીય શેરોમાં જોરદૃાર લેવાલી જોવા મળી

મુંબઈ, તા. ૧૯
વૈશ્ર્વિક બજારોના સકારાત્મક સંકેતો અને સ્થાનિક બજારોમાં બેિંંકગ અને નાણાકીય કંપનીઓના શેરમાં લેવાલીના પગલે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) ના સેન્સેક્સમાં ૪૪૯ પોઇન્ટનો ઉછાળો જોવાયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નિટી પર ૧૧,૮૫૦ પોઇન્ટની ઉપર પહોંચી ગયું હતું. બીએસઈ ૩૦ કંપનીના શેર્સ આધારિત સેન્સેક્સ ૪૪૮.૬૨ પોઇન્ટ એટલે કે ૧.૧૨ ટકા વધીને ૪૦,૪૩૧.૬૦ પોઇન્ટ પર રહૃાો હતો, જ્યારે એનએસઈનો નિટી ઈન્ડેક્સ ૧૧૦.૬૦ પોઇન્ટ એટલે કે ૦.૯૪ ટકા વધીને ૧૧,૮૭૩.૦૫ પોઇન્ટ પર હતો. સેન્સેક્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેક્ધ પાંચ ટકાથી વધુ વધ્યો હતો. આ પછી એક્સિસ બેક્ધ, નેસ્લે ઇન્ડિયા, સ્ટેટ બેંક, એચડીએફસી, ઓએનજીસી અને કોટક બેંકના શેરના ભાવમાં વધારો થયો હતો. તેનાથી વિપરિત, બજાજ ઓટો, ટીસીએસ, ભારતી એરટેલ, મહિન્દ્રા અને મહિન્દ્રા અને મારુતિના શેરમાં ઘટાડો થયો છે. વેપારીઓના મતે વૈશ્ર્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળ્યા પછી સ્થાનિક બજારોમાં કામગીરીની શરૂઆત ઉછાળાના વલણથી થઈ. બેક્ધિંગ, ફાઇનાન્શિયલ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને રિયલ્ટી શેરોમાં મુખ્ય લેવાલી જોવા મળી છે. હોંગકોંગ, ટોક્યો અને સિઓલના શેર બજારો સકારાત્મક વલણમાં બંધ થયા છે. બીજી તરફ, ચીનના જીડીપીના આંકડા જાહેર થયા પછી શાંઘાઇનું શેર બજાર તૂટી પડ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ પ્રતિ બેરલ ૦.૧૬ ટકા તૂટીને ૪૨.૬૭ યુએસ ડોલરે છે. તે જ સમયે, વિદૃેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો બે પૈસા તૂટીને ૭૩.૩૭ ની સપાટીએ બંધ રહૃાો હતો.
સ્થાનિક શેરબજારમાં ઉછાળો હોવા છતાં, ઇન્ટરબેંક વિદૃેશી વિનિમય બજારમાં સોમવારે ડોલર સામે રૂપિયો બે પૈસાની સામન્ય ગિરાવટ સાથે પ્રતિ ડોલરે ૭૩.૩૭ પર લગભગ સ્થિર બંધ રહૃાો હતો. ઇન્ટરબેંક વિદૃેશી વિનિમય બજારમાં રૂપિયો ૭૩.૩૮ . રૂપિયા પર ખુલ્યો અને કારોબારના અંતે ડોલર દૃીઠ માત્ર બે પૈસાના ઘટાડા સાથે રૂપિયા ૭૩.૩૭ પર બંધ રહૃાો. શુક્રવારે રૂપિયો ડોલર દૃીઠ ૭૩.૩૫ ની સપાટીએ બંધ રહૃાો હતો. કારોબાર દૃરમિયાન રૂપિયો ઊંચામાં ૭૩.૩૫ અને નીચામાં ૭૩. ૪૨ ની સપાટીએ ડોલર દૃીઠ પહોંચી ગયો છે. છ મુખ્ય વિદૃેશી ચલણોની તુલનાએ ડોલરની વધ-ઘટ દૃર્શાવતો ડોલર ઈન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટીને ૯૩.૫૨ પર બંધ રહૃાો છે. દૃરમિયાન વૈશ્ર્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ વાયદૃો ૦.૪૪ ટકા ઘટીને ૪૨.૭૪ ડોલર પ્રતિ બેરલ રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ