સીંગતેલના ભાવમાં રૂ.10નો વધારો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.20
તહેવારો બાદ પણ સિંગતેલના ભાવ વધેલા જોવા મળ્યા હતા. જ્યારે સાઈડતેલોમાં કપાસિયા તેલના ભાવ ઘટેલા હતા. મગફળી, ખાંડ અને ચણા-બેસન બજાર જળવાયેલું હતું. એરંડા વાયદામાં ટોન સારો ર્હયો હતો. રૂ-કપાસ બજાર પ્રમાણમાં સારૂ રહ્યું હતું. વિદેશ પાછળ સોના-ચાંદી બજારમાં ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
મગફળી
મગફળી બજાર જળવાયેલું રહ્યું હતું. રાજકોટ મગફળી જાડી 1070-1080, મગફળી જીણી 1125-1130, ભાવ રહ્યા હતા. જ્યારે જૂનાગઢમાં 7000 ગુણીની આવકે પિલાણ 19900, જી-10 21700, જી-20 21700 અને ટીજે 37ના ભાવ 22000 જણાતા હતા.
ખાદ્યતેલો
સીંગતેલના ભાવમાં રૂ. 10 નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે સાઈડતેલોમાં કપાસિયા તેલમાં રૂ. 10નો ઘટાડો જણાતો હતો. રાજકોટમાં 25-30 ગાડીના કામકાજે લુઝના ભાવ 1375, જ્યારે 15-20 ટેન્કરના કામકાજ વચ્ચે કપાસીયા વોશના ભાવ 1015-1018, ભાવ નોંધાયા હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2280-2320, 15 કિગ્રા લેબલ ટીન 2240-2280, 15 લિટર નવા ટીન 2110-2150, 15 લિટર લેબલ ટીન 2080-2110, ભાવ જોવા મળ્યા હતા. કપાસીયા તેલ 15 કિગ્રાનવા ટીન 1730-1770, 15 કિગ્રા જૂના ટીન 1700-1730, 15 લિટર નવા ટીન 1620-1660, 15 લિટર જૂના ટીન 1590-1620, વનસ્પતી 1430-1540, પામોલીન 1600-1610, કોપરેલ 3000-3050, દીવેલ 1590-1600, કોર્ન 1620-1650, મસ્ટર્ડ 1830-1850, અને સનફ્લાવરના ભાવ 1840-1860 હતા.
સીંગખોળ રાજકોટમાં 25,750 અને જૂનાગઢમાં 2000 ગુણીની આવકે ભાવ 26000 ઉપર હતા.
ખાંડ
ખાંડ બજારમાં આવકની સાથે-સાથે ભાવ પ્રમાણમાં જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં 800 ગુણી ખાંડની આવકે ડી-ગ્રેડના ભાવ 3500-3580 અને સી ગ્રેડના ભાવ 3600-3680 ઉપર હતા.
ચણા-બેસન
કાચા માલની લેવાલી ના હોય ચણા-બેસન બજારમાં ભાવ સ્થિર હતા. રાજકોટમાં ચણા 5600-5700, બેસન 5500-5600 અને ચણા-દાળના ભાવ 7200-7400 હતા.
એરંડા
એરંડા વાયદામાં બજાર સારૂ રહ્યું હતું. જ્યારે 150-200 ટનના વેપાર વચ્ચે દીવેલના ભાવ 975 હતા.
એરંડા બજારમાં ગુજરાતમાં 25000 ગુણીના કામકાજે ભાવ 900-920 જ્યારે સૌરાષ્ટ્રમાં 2000-2100 ગુણીની આવક વચ્ચે સરેરાશ ભાવ 870-916 હતા.મુખ્ય પીઠામાં જગાણા 950, કડી 945, કંડલા 945, માવજી હરી 935-940, અને ગીરનારના ભાવ 930-935 ઉપર હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજાર પ્રમાણમાં સારૂ રહ્યું હતું. રાજકોટમાં રૂ-ગાંસડી 41000-42000, કપાસિયા 530-550 જ્યારે માણાવદરમાં રૂ-ગાંસડી 38200-41200 અને કપાસિયા 460-511 ભાવ હતા.
કપાસ બજારમાં દેશમાં 1,90,000 ગાંસડી, ગુજરાતમાં 35,000-37000 ગાંસડીની આવક જણાતી હતી. સૌરાષ્ટ્રમાં 1,50,000-1,75,000 મણની આવકે ભાવ 1050-1170 જ્યારે રાજકોટમાં 13000-14000 મણની આવક હતી. સુરેન્દ્રનગર વાયદો 1200-1210 ઉપર હતો.
કપાસિયા ખોળ રાજકોટમાં 850-1150, કડીમાં 1100-1130 અને માણાવદરમાં 1020 હતો.
સોના-ચાંદી
વિદેશ નિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજાર જળવાયેલું હતું. રાજકોટમાં ચાંદી પ્રતિ કીગ્રાએ ભાવ 64000 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 52,020 અને 22 કેરેટ 50100 ભાવ હતા. બિસ્કીટ 5,20,200 ઉપર હતું.

રિલેટેડ ન્યૂઝ