સેન્સેક્સમાં ૨૮૨, નિટીમાં ૮૭ પોઈન્ટનો ઊછાળો

ટાઇટન, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, એરટેલ, નેસ્લે ઈન્ડિયા અને એનટીપીસીના શેરના ભાવમાં વૃદ્ધિ જોવાઈ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) મુંબઈ, તા.૨૦
વિદૃેશી રોકાણકારો દ્વારા સતત રોકાણ અને વૈશ્ર્વિક બજારોમાં તેજીની વચ્ચે એચડીએફસી બેંકના શેરના ભાવ પણ વધ્યા હતા. બીએસઈ ૩૦ સેન્સેક્સ ૨૮૨.૨૯ પોઈન્ટ એટલે કે ૦.૬૫ ટકા વધીને ૪૩,૮૮૨.૨૫ પર બંધ રહૃાો છે. એ જ રીતે એનએસઈનો નિટી ૮૭.૩૫ પોઇન્ટ એટલે કે ૦.૬૮ ટકા વધીને ૧૨,૮૫૯.૦૫ પર પહોંચી ગયો છે. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વમાં નવ ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. આ ઉપરાંત ટાઇટન, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા અને એનટીપીસીના શેરના ભાવમાં વૃધ્ધિ જોવાઈ હતી. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઇન્ડ બેક્ધ, સન ફાર્મા, એક્સિસ બેંક, ઓએનજીસી અને એચયુએલના શેર ઘટયા હતા.
કોટક સિક્યુરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (પીસીજી રિસર્ચ) સંજીવ ઝરબેડે જણાવ્યું હતું કે, દિૃવાળીના સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ એક ટકાની મજબૂતીમાં રહૃાો હતો. ત્રિમાસિક પરિણામ સત્રના અંત સાથે, રોકાણકારોનું ધ્યાન હવે આર્થિક પુન પ્રાપ્તિ અને બજાર મૂલ્યાંકન પર રહેશે. તેમણે કહૃાું કે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થવાને કારણે ભારતમાં ચેપનું જોખમ ફરી વધી રહૃાું છે.
એશિયન બજારોમાં, ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનું હેંગ સેંગ અને દૃક્ષિણ કોરિયાનું કોસ્પી તેજીમાં રહૃાું છે. જાપાનનું નિક્કી ગિરાવટમાં રહૃાું. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો આગળ હતા. પ્રારંભિક માહિતી અનુસાર, વિદૃેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ (એફપીઆઈ) ગુરુવારે ૧,૧૮૦.૬૧ કરોડના શેર ખરીદ્યા છે.
શુક્રવારે વિદૃેશી રોકાણકારો દ્વારા સતત ખરીદૃી અને સ્થાનિક બજારોમાં વધારાના પગલે રૂપિયામાં તેજી રહી હતી. પ્રારંભિક ડેટા મુજબ રૂપિયો ૭૪.૧૫ ની મજબૂતીમાં ખુલ્યો. ટ્રેિંડગ દૃરમિયાન તે ૭૪.૦૯ થી ૭૪.૨૧ ડોલર દૃીઠની વચ્ચે ઉપર નીચે થયા બાદૃ તે પાછલા દિૃવસ કરતા ૧૧ પૈસા વધીને ૭૪.૧૬ પ્રતિ ડોલરની સપાટીએ બંધ રહૃાો હતો. ગુરુવારે બંધ સમયે વિનિમય દૃર ડોલર દૃીઠ ૭૪.૨૭ હતો.
રેલિગેર બ્રોિંકગના વાઇસ પ્રેસિડેન્ટ (ધાતુઓ, ઊર્જા અને ચલણ સંશોધન) સુગંધા સચદૃેવાએ જણાવ્યું હતું કે, શેર બજારોમાં લેવાલીથી રૂપિયો હાલમાં સારો ટેકો મળી રહૃાો છે. તે પણ એક તથ્ય છે કે વૈશ્ર્વિક સ્તરે ડોલર દૃબાણ હેઠળ છે.
તેમણે કહૃાું કે, આગામી સમયમાં રૂપિયો ડોલર દૃીઠ ૭૩.૮૦ પર પહોંચવાની ધારણા છે. તેમણે કહૃાું કે આ મહિનાના અંત સુધીમાં રૂપિયો ડોલર દૃીઠ ૭૩.૮૦ થી ૭૫ ની રેન્જમાં હશે. દૃરમિયાન, છ મોટી મુદ્રાઓની બાસ્કેટમાં ડોલર ઇન્ડેક્સ ૦.૦૮ ટકા વધીને ૯૨.૩૬ ના સ્તરે હતો. ક્રૂડ ઓઇલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ વાયદૃો ૦.૪૧ ટકા વધીને ૪૪.૩૮ ડોલર પ્રતિ બેરલ દૃીઠ પર પહોંચી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ