સીંગતેલમાં વધુ રૂ.10નો વધારો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.21
સીંગતેલમાં બ્રાન્ડવાળાની લેવાલી હોય ભાવમાં રૂ. 10 નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે સાઈડતેલો સ્થિર હતા. મગફળી,ખાંડ અને ચણા-બેસન બજારના ભાવ પણ સતત જળવાયેલા હતા. એરંડા વાયદામાં સુધારો હતો. જ્યારે રૂ-કપાસ બજાર મક્કમ હતું. વિદેશ નિતી પાછળ સોના-ચાંદી બજાર મનમોર રહ્યું હતું.
મગફળી
મગફળી બજાર જળવાયેલું જોવા મળ્યું હતું. રોજકોટની બજારોમાં મગફળી જાડી 1070-1080, મગફળી જીણી 1125-1130, ભાવ હતા. જૂનાગઢમાં 7000 ગુણીની આવકે પિલાણ 20,200, જી-10 22,100, જી-20 22000 અને ટીજે 37 ના ભાવ 22000 ઉપર હતા.
ખાદ્યતેલો
સીંગતેલના ભાવમાં વધુ રૂ. 10નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે સાઈડતેલો સ્થિર રહ્યા હતા. રાજકોટમાં 35-40 ટેન્કરના કામકાજ વચ્ચે લુઝ ભાવ 1375 જ્યારે 15-20 ગાડીના કામકાજે કપાસીયા વોશના ભાવ 1010-1013 ઉપર હતા.
રાજકોટમાં સીંગતેલ રૂ. 10-15 વધતા કિગ્રા નવા ટીન 2290-2330, 15 કિગ્રા લેબલ ટીન 2250-2290, 15 લિટર નવા ટીન 2120-2160, 15 લિટર લેબલ ટીન 2090-2120, ભાવ રહ્યા હતા.
સાઈડતેલોમાં કપાસીયા 15 કિગ્રા નવા ટીન 1730-1765, 15 કિગ્રા જૂના ટીન 1700-1725, 15 લિટર નવા ટીન 1620-1655 અને 15 લિટર જૂના ટીન 1590-1615, વનસ્પતિ 1430-1540, પામોલીન 1595-1600, કોપરેલ 3000-3050, દીવેલ 1610-1620, કોર્ન 1620-1650, મસ્ટર્ડ
ઓઈલ 1830-1850, અને સનફ્લાવરના ભાવ 1840-1660, ઉપર હતા.
સીંગખોળ રાજકોટમાં 26000 અને જૂનાગઢમાં 1000 ગુણીની આવકે 26000 ઉપર હતો.
ખાંડ
ખાંડ બજારમાં ઘરાકી નહી હોવાને કારણે ભાવ સ્થિર રહ્યા હતા. રાજકોટમાં 800 ગુણીની આવક વચ્ચે ડી ગ્રેડના ભાવ 3500-3580 અને સી ગ્રેડના ભાવ 3600-3680 ઉપર હતા.
ચણા-બેસન
ચણા-બેસન બજારમાં સતત સ્થિર વલણ જોવા મળી રહ્યું છે વેપારીઓમાં પણ નિરાશ જણાતી હતી.રાજકોટમાં ચણા 5600-5700, બેસન 5500-5600 અને ચણા-દાળના ભાવ 7200-7400 ઉપર જણાતા હતા.
એરંડા
એરંડા બજારમાં પ્રમાણમાં સુધારો હતો. જ્યારે દીવેલના ભાવ 975 ઉપર હતા.
એરંડા વાયદામાં ગુજરાતમાં 20000-22000 ગુણીની આવકે ભાવ 910-930 જ્યારે સૌરાષ્ટ્રમાં 1900-2000 ગુણીની આવક વચ્ચે સરેરાશ ભાવ 880-926 ઉપર હતા. મુખ્ય પિઠામાં જગાણા 955, કડી 945-948, કંડલા 945, માવજી હરી 935-940 અને ગીરનારના ભાવ 940-945 ઉપર હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજાર મક્કમ રહ્યું હતું. રાજકોટમાં રૂ-ગાંસડી 41000-42000, કપાસિયા 535-550, જ્યારે માણાવદરમાં રૂ-ગાંસડી 41000-42000 અને કપાસીયા 460-565 ઉપર ભાવ હતા.
કપાસ બજારમાં દેશમાં 1,85,000 ગાંસડી ગુજરાતમાં 35000-37000 ગાંસડીની આવક રહી હતી. સૌરાષ્ટ્રમાં 1,50,000 ગુણીની આવક વચ્ચે ભાવ 1050-1180 જ્યારે રાજકોટમાં 12000-13000 મણની આવકે ભાવ 1070-1200 હતા.
કપાસિયા ખોળ રાજકોટમાં 850-1140, કડીમાં 1090-1120 અને માણાવદરમાં 1050 હતો.
સોના-ચાંદી
વિદેશી ચલણમાં ફેરફાર થતા ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવ મનમોર જોવા મળ્યા હતા. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 63000 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 52,100 અને 22 કેરેટના ભાવ 50,300 હતા. જ્યારે બિસ્કીટ 5,21,000 ઉપર હતું.

રિલેટેડ ન્યૂઝ