રૂ-કપાસ બજારમાં નરમ વલણ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.2
સીંગતેલ સહીતના ખાદ્યતેલોના ભાવ પ્રમાણમાં જળવાયેલા હતા. મગફળી બજારમાં ભાવ નરમ જોવા મળ્યા હતા. જ્યારે ખાંડ અને ચણા-બેસન બજાર જળવાયેલું રહ્યું હતું. એરંડા વાયદા પ્રમાણમાં સારા જણાતા હતા. જ્યારે રૂ-કપાસ બજારમાં સુસ્તી વાળો માહોલ જોવા મળ્યો હતો. વિદેશ નિતી પાછળ સોના-ચાંદી બજાર ઘટેલું હતું.
મગફળી
મગફળી બજારમાં ભાવ પ્રમાણણાં ઘટેલા જોવા મળતા હતા. રાજકોટમાં મગફળી જાડી 1060-1070, મગફળી જીણી 1125 ઉપર ભાવ રહ્યા હતા. જ્યારે જૂનાગઢમાં 8000 ગુણીની આવકે પિલાણ 19,600, જી-10 21500, જી-20 21500 અને ટીજે 37ના ભાવ 21800 ઉપર નોંધાયા હતા.
ખાદ્યતેલો
સીંગતેલ સહીતના ખાદ્યતેલોના ભાવ જળવાયેલા હતા. રાજકોટમાં 20-25 ગાડીના કામકાજે લૂઝના ભાવ 1370-1375 જ્યારે 15-20 ટેન્કરના કામકાજ વચ્ચે કપાસીયા વોશના ભાવ 1000-1003 ઉપર નોંંધાયા હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2300-2340, 15 કિગ્રા લેબલ ટીન 2260-2300 15 લિટર નવા ટીન 2130-2170, 15 લિટર લેબલ ટીન 2100-2130 ભાવ હતા. સાઈડતેલોમાં કપાસીયા તેલ 15 કિગ્રા નવા ટીન 1710-1740, 15 કિગ્રા જૂના ટીન 1670-1700, 15 લિટર નવા ટીન 1600-1630, 15 લિટર જૂના ટીન 1560-1590, વનસ્પતી 1430-1540, પામોલીન 1515-1520, કોપરેલ 3010-3060, દીવેલ 1585-1590, કોર્ન 1630-1650, મસ્ટર્ડ 1860-1880, અને સનફ્લાવરના ભાવ 1860-1880 ઉપર રહ્યા હતા.
સીંગખોળ રાજકોટમાં 24500 જ્યારે જૂનાગઢમાં 1500 ગુણીની આવકે ભાવ 24500 હતા.
ખાંડ
ખાંડ બજારમાં ખાસ ઘરાકી જોવા નહી મળતા આવકની સાથે સાથે ભાવ પણ જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં 600 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3500-3580 અને સી ગ્રેડના ભાવ 3600-3680 ઉપર જોવા મળ્યા હતા.
ચણા-બેસન
ચણા-બેસન બજારમાં ભાવ સતત જળવાયેલા જોવા મળી રહ્યા છે. વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી હતી. રાજકોટમાં ચણા 5600-5700, બેસન 5500-5600 અને ચણા દાળના ભાવ 7200-7400 ઉપર જળવાયેલા હતા.
એરંડા
એરંડા બજાર પ્રમાણમાં સારૂ રહ્યું હતું. જ્યારે 250-300 ટનના વેપાર વચ્ચે દીવેલના ભાવ 950 ઉપર રહ્યા હતા. એરંડા બજારમાં ગુજરાતમાં 35000-40000 ગુણીની આવકે ભાવ 880-900 જ્યારે સૌરાષ્ટ્રમાં 2100-2500 ગુણીની આવક વચ્ચે સરેરાશ ભાવ 850-880 ઉપર જોવા મળ્યા હતા. મુખ્ય પીઠામાં જોઈએ તો જગાણા 924, કડી 920, કંડલા 915-920, માવજીહરી 910-915 અને ગીરનારના ભાવ 910-915 ઉપર નોંધાયા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજાર પ્રમાણમાં સુસ્તી વાળુ જોવા મળ્યું હતું. રાજકોટમાં રૂ-ગાંસડી 41000-41500, કપાસીયા 525-540 જ્યારે માણાવદરમાં રૂ-ગાંસડી 40500-41000 અને કપાસીયા 460-560 ઉપર ભાવ નોંધાયા હતા.
કપાસ બજારમાં દેશમાં 2,35,000-2,40,000 ગાંસડીની આવક રહી હતી. જ્યારે ગુજરાતમાં 50,000 ગાંસડીની આવક જણાતી હતી. સૌરાષ્ટ્રમાં 1,50,000-1,75,000 મણની આવકે સરેરાશ ભાવ 1050-1150 હતા. જ્યારે રાજકોટમાં 17000-18000 મણની આવક નોંધાઈ હતી. સુરેન્દ્રનગર વાયદો 1185 ઉપર રહ્યો હતો. કપાસીયા ખોળ રાજકોટમાં 900-1200, કડીમાં 1110-1120 અને માણાવદરમાં 1040-1050 ઉપરનોંધાયો હતો.
સોના-ચાંદી
વૈશ્ર્વીક અર્થવ્યવસ્થામાં ફેરફાર થતા ભારતીય સોના-ચાંદી બજારમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 60000 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 50000 અને 22 કેરેટના ભાવ 48,900 ઉપર જણાતા હતા. જ્યારે બિસ્કીટ 5,00,000 ઉપર રહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ