સીંગતેલમાં રૂ.10નો વધારો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.7
સીંગતેલમાં લેવાલી નિકળતા ભાવમાં રૂ. 10 વધેલા હતા અન્ય ખાદ્યતેલો સ્થિર જોવા મળ્યા હતા. મગફળી બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ખાંડમાં આવક ઘટતા ભાવ જળવાયેલા જણાતા હતા ચણા-બેસન બજારમાં ટકેલું વલણ રહ્યું હતું જ્યારે એરંડા વાયદામાં પ્રમાણમાં સુધારો જોવા મળ્યો હતો રૂ-કપાસ બજાર વધતા ભાવે મક્કમ રહ્યું હતું વિદેશ પાછળ સોના ચાંદી બજારમાં ભાવમા ઘટાડો જણાતો હતો.
મગફળી
મગફળી બજજારમાં ભાવમાં વધારો જણાતો હતો રાજકોટની બજારમાં રૂ. 2 વધેલા જોવા મળ્યા હતા આજના ભાવ જોઈએ તો મગફળી જાડી 1090-1100, મગફળી જીણી 1190-12000 ભાવ જ્યારે જૂનાગઢમાં 7000 ગુણીની આવક પિલાણ 20300, જી-10 24000, જી-20 22300, અને ટીજે 37ના ભાવ 22500 ઉપર નોંધાયા હતા.
ખાદ્યતેલમાં લેવાલી નિકળતા ભાવમાં રૂ.1 વધેલા જ્યારે સાઈડતેલોના ભાવ જળવાયેલા જોવા મળ્યા હતા રાજકોટમાં લૂઝના ભાવ 1375-14 હતા કામકાજ 8-10 ગાડીનું હતું જ્યારે 15-20 ટેન્કરના કામકાજે કપાસિયા વોશના ભાવ 1105-1108 નોંધાયા હતા.
રાજકોટમાં સીંગતેલમાં રૂ. 1 વધતા 15 કિગ્રા નવા ટીન 2310-2370, 15 કિગ્રા લેબલ ટીન 2290-2330, 15 લિટર નવા ટીન 2140-2200 અને 15 લિટર લેબલ ટીનના ભાવ 2110-2140, ઉપરનોંધાયા હતા.
સાઈડતેલોમાં કપાસિયા 15 કિગ્રા નવા ટીન 1870-1920, 15 કિગ્રા જૂના ટીન 1850-1880, 15 લિટર નવા ટીન 1770-1800 અને 15 લિટર જૂના ટીન 1740-1770, ભાવ રહ્યા હતા. વનસ્પતી 1530-1650, પામોલીન 1740-1745, કોપરેલ 3080-3130, દીવેલ 1560-1580, કોર્ન 1810-1840, મસ્ટર્ડ ઓઈલ 1930-1950, અને સનફ્લાવરના ભાવ 2030-2040 હતા સીંગખોળ રાજકોટમાં 24500-25000 અને જૂનાગઢમાં 500 ગુણીની આવકે 24000 હતો.
ખાંડ
ખાંડ બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. રાજકોટમાં 100 ગુણીની આવક ઘટતા આજે 700 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3470-3550 અને સી ગ્રેડના ભાવ 3570-3650 હતા.
ચણા-બેસન
બજારમાં ખાસ ઘરાકી જોવા નહી મળતા ચણા-બેસનના ભાવ જળવાયેલા હતા વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી. રાજકોટમાં ચણા 4600-4700, બેસન 4500-4600 અને ચણા દાળના ભાવ 6000-6200 ઉપરનોંધાયા હતા.
એરંડા
એરંડા વાયદામાં પ્રમાણમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો જ્યારે 300-400 ટનના વેપાર વચ્ચે દીવેલના ભાવ 935 ઉપર હતા.
એરંડા બજારમાં ગુજરાતમાં 15000-20000 ગુણીની આવકે ભાવ 870-888 હતા જ્યારે સૌરાષ્ટ્રમાં 2000 ગુણીની આવક વચ્ચે સરેરાશ ભાવ 830-871 જણાતા હતા. મુખ્ય પીઠામાં જગાણા 908, કડી 910, કંડલા 905, માવજી હરી 900-905 અને ગીરનારના ભાવ 895-900 નોંધાયા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજાર વધતા ભાવે મક્કમ જોવા મુળ્યું હતું. રાજકોટમાં રૂ-ગાંસડી 43000-43500, કપાસિયા 515-540 જ્યારે માણાવદરમાં રૂ-ગાંસડી 43500-43800 અને કપાસિયાના ભાવ 520-560 ઉપર હતા.
કપાસ બજારમાં દેશમાં 2,45,000-2,50,000 ગાંસડી, ગુજરાતમાં 55,000 ગાંસડીની આવક રહી હતી સૌરાષ્ટ્રમાં 1,75,000 મણની આવકે સરેરાશ ભાવ 1070-1170 ઉપર હતા. રાજકોટમાં 25,000 મણની આવક રહી હતી સુરેન્દ્રનગર વાયદો 1215 ઉપર કપાસિયા ખોળ રાજકોટમાં 900-1200, કડીમાં 1020-1030 અને માણાવદરમાં 1070 ઉપર નોંધાયેલો જોવા મળ્યો હતો.
સોના-ચાંદી
વિદેશનિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવ નરમ જોવા મળ્યા હતા. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 70,550 હતા જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 52,650 અને 22 કેરેટના ભાવ 49,350 ભાવ નોંધાયેલા જોવા મળ્યા હતા. બિસ્કીટ ભાવ 5,26,500 ઉપર હતા.

રિલેટેડ ન્યૂઝ