રૂ – કપાસ બજારમાં સૂસ્તી વાળો માહોલ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 11
સપ્તાહના પ્રારંભે સિંગતેલ સહીતના ખાદ્યતેલોના ભાવ જળવાયેલા રહ્યાં હતા. મગફળી બજારમાં ભાવમાં સામાન્ય ઉછાળો જણાતો હતો. ખાંડ અને ચણા – બેસન બજારમાં જળવાયેલું વલણ જોવા મળ્યું હતું. એરંડા વાયદામાં ભાવ સુધરેલા જણાતા હતા. જ્યારે રૂ – કપાસ બજારમાં સૂસ્તી વાળો માહોલ હતો. વિદેશ પાછળ ભારતીય સોના – ચાંદી બજારમાં ભાવ ટકેલા હતા.
મગફળી
મગફળી બજારમાં ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટમાં મગફળી જાડી 1120-1130, મગફળી જીણી 1220-1230 ભાવ હતા. જૂનાગઢમાં 7000 ગુણીની આવકે પિાલાણ 20500, જી. 10-24200, જી – 20 22700 અને ટીજે 37ના ભાવ 23000 ઉપર રહ્યાં હતા.
ખાદ્યતેલો
સીંગતેલ સહીતના ખાદ્યતેલોના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો ન હતો. રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2310-2370, 15 કિગ્રા લેબલ ટીન 2290-2330, 15 લિટર નવા ટીન 2140-2200, 15 લિટર લેબલ ટીન 2110-2140 ભાવ હતા.
સાઇડતેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 1880-1910, 15 કિગ્રા જૂના ટીન 1850-1870, 15 લિટર નવા ટીન 1780-1810, 15 લિટર જૂના ટીન 1740-1760 ભાવ હતા. વનસ્પતી 1530-1650, પામોલીન 1730-1735, કોપરેલ 3080-3130, દિવેલ 1560-1580, કોર્ન 1810-1840, મસ્ટર્ડ ઓઇલ 1930-1950 અને સનફાલવરના ભાવ 2030-2040 હતા.
સીંગખોળ જૂનાગમાં 500 ગુણીની આવકે 23500 હતા.
ખાંડ
ખાંડ બજારમાં આવકમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ભાવ ટકેલા રહ્યાં હતા. રાજકોટમાં 1000 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3470-3550 અને સી ગ્રેડના ભાવ 3570-3650 ઉપર નોંધાયા હતા.
ચણા – બેસન
કાચા માલની બજારમાં માંગ ના હોવાના કારણે ચણા બેસન બજારમાં સ્થિર જોવા મળ્યા હતા. મકરસંક્રાતિનો તહેવાર નજીક હોય બજારમાં ખાસ ઘરાકી જોવા નહીં મળતા ભાવમાં ફેરફાર નહીં હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. રાજકોટમાં ચણા 4600-4700 બેસન 4500-4600 અને ચણા દાળના ભાવ 6000-6200 ઉપર નોંધાયેલા હતા.
એરંડા
એરંડા વાયાદમાં પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે દીવેલમાં 935 – 945 ભાવ રહ્યાં હતા. વેપાર જણાતો ન હતો
એરંડા બજારમાં ગુજરાતમ)ં 2000-22000 ગુણીની આવકે ભાવ 880-892 જ્યારે સૌરાષ્ટ્રમાં 2000-2200 ગુણીની આવક વચ્ચે સરેરાશ ભાવ 850-878 ભાવ નોંધાયા હતા. મુખ્ય પીઠામાં જગાણા 915, કડી 915, કંડલા 910, માવજી હરી 905-910 અને ગીરનારના ભાવ 895-900 ઉપર નોંધાયા હતા.
રૂ – કપાસ
રૂ – કપાસ બજારમાં સૂસ્તીવાળો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં રૂ – ગાંસડી 43000-43500, કપાસિયા 500-515 જયારે માણાવદરમાં રૂ – ગાંસડી 43000-43500 અને કપાસિયા 530-550 ભાવ હતા.
કપાસ બજારમાં દેશમાં 190000 ગાંસડી, ગુજરાતમાં 56000 ગાંસડીની આવક રહી હતી. સૌરાષ્ટ્રમાં 175000 મણની આવકે સરેરાશ ભાવ 1020-1170 ભાવ હતા. રાજકોટમાં 25000 મણની આવકે 1020-1160 ભાવ નોંધાયા હતા.
કપાસિયા ખોળ રાજકોટમાં 900-1160, કડી 1110-1120 અને માણાવદરમાં 1020 ઉપર ભાવ હતો.
સોના – ચાંદી
વિદેશ નિતિી પાછળ ભારતીય સોના – ચાંદી – બજારમાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. રાજકોટમાં ચાંદી પ્રતિ કીગ્રાએ ભાવ 66700 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 51140 અને 22 કેરેટના ભાવ 48400 ઉપર હતા. બિસ્કીટ 511400 ઉપર જણાતું હતું.

રિલેટેડ ન્યૂઝ