સેન્સેકસમાં 938 પોઇન્ટના કડાકા સાથે શેરમાર્કેટ ધરાશાયી

(પ્ર તિનિધિ દ્વારા)
મુંબઇ તા. 27
ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 938 અંક ઘટીને 47410 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 271 અંક ઘટીને 13968 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC બેન્ક, ડો.રેડડી લેબ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 4.05 ટકા ઘટીને 631.90 પર બંધ થયો હતો. ટાઈટન કંપની 3.88 ટકા ઘટીને 1441.20 પર બંધ થયો હતો. જોકે ટેક મહિન્દ્રા, ITC, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, HCL ટેક સહિતના શેર વધીને બંધ થયા હતા. ટેક મહિન્દ્રા 2.57 ટકા વધીને 997.00 પર બંધ થયો હતો.ITC 1.35 ટકા વધીને 210.70 પર બંધ થયો હતો.
બુધવારે વિશ્વનાં બજારોમાં સપાટ કારોબાર નોંધાઈ રહ્યા છે. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.24 ટકા અને હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.02 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોસિટ ઈન્ડેક્સ 0.07 ટકા, કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.01 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ શેરબજાર પણ સપાટ કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં અમેરિકાનાં બજારોમાં પણ સુસ્તી રહી હતી. જોકે યુરોપનાં બજાર મજબૂત વધારા સાથે બંધ થયાં હતાં. એમાં જર્મનીનો ઉઅડ ઈન્ડેક્સ 1.66 ટકા ઉપર અને ફ્રાન્સનો ઈઅઈ ઈન્ડેક્સ 0.94 ટકા પર કારોબાર કરી રહ્યો છે.
કેન્દ્રીય બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થશે. આ પહેલા રોકાણકારો નર્વસ છે. માનવામાં આવી રહ્યું છે કે બજેટ બજાર માટે સારું નહિ હોય.
બજાર સતત વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. બજેટ પહેલા રોકાણકારો ઉંચા ભાવે શેર વેચીને નફો કમાઈ રહ્યાં છે.
બજારના અગ્રણી શેર દબાણ બનાવી રહ્યાં છે. રિલાયન્સ, ઝઈજ, ઇંઉઋઈ બેન્ક, બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો છે.

રિલેટેડ ન્યૂઝ