કપાસિયા તેલમાં રૂ.15નો વધારો: સીંગતેલ સ્થિર

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.27
સીંગતેલના ભાવ જળવાયેલા જોવા મળ્યા હતા. જ્યારે સાઈડતેલોમાં કપાસિયા તેલના ભાવમાં રૂ. 15 નો વધારો હતો. મગફળી, ખાંડ અને ચણા-બેસન બજારમાં ભાવ જળવાયેલા રહ્યા હતા. એરંડા વાયદામાં પણ અન્ડરટોન નરમ જોવા મળ્યો હતો. રૂ-કપાસ બજારમાં સુસ્તીવાળા માહોલ વચ્ચે ભાવ ટકેલા હતા. જ્યારે સોના-ચાંદી બજારમાં સામાન્ય ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.
મગફળી
મગફળી બજારમાં ખાસ લેવાલી જોવા નહી મળતા ભાવ જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં મગફળી જાડી 1140-1150, મગફળી જીણી 1240-1250 ઉપર ભાવ હતા. જૂનાગઢમાં 5000 ગુણીનીૂ આવકે પિલાણ 20800, જી-10 24300, જી-20 23200 અને ટીજે 37 નાભાવ 24000 ઉપર હતા.
ખાદ્યતેલો
સીંગતેલમાં બ્રાન્ડવાળાની લેવાલી ના હોય ભાવ જળવાયેલા રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલમાં રૂ. 15 નો ભાવ વધારો હતો.
રાજકોટમાં લૂઝના ભાવ 1375-1380 ઉપર હતા. જ્યારે
15-20 ગાડીના કામકાજે કપાસિયા વોશના ભાવ 990-993 ઉપર નોંધાયા હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2260-2320, 15 કિગ્રા લેબલ ટીન 2240-2280, 15 લિટર નવા ટીન 2090-2150 અને 15 લિટર લેબલ ટીન 2070-2090 ભાવ રહ્યા હતા. સાઈડતેલોમાં કપાસિયા તેલમાં રૂ. 15 વધતા 15 કિગ્રા નવા ટીન 1735-1755, 15 કિગ્રા જૂના ટીન 1695-1715, 15 લિટર નવા ટીન 1605-1635, 15 લિટર જૂના ટીન 1565-1595, વનસ્પતી 1470-1580, પામોલીન 1600-1605, કોપરેલ 3070-3120, દીવેલ 1560-1580, કોર્ન 1710-1740, મસ્ટર્ડ ઓઈલ 1950-1970, અને સનફ્લાવરના ભાવ 1970-1990 ભાવ જોવા મળ્યા હતા. સીગખોળ રાજકોટમાં 25500 અને જૂનાગઢમાં 1500 ગુણીની આવકે 25000 ઉપર હતો.
ખાંડ
ખાંડ બજારમાં આવક માં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ભાવ મક્કમ રહ્યા હતા. રાજકોટમાં 1000 ગુણીની આવકે ડી ગ્રેડના ભાવ 3460-3540 અને સી. ગ્રેડના ભાવ 3560-3640, ઉપર જળવાયેલા જણાતા હતા.
ચણા-બેસન
ચણા-બેસન બજારમાં ઘરાકીના આવકે ભાવ સતત જળવાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ચણા 4600-4700, બેસન 4500-4600 અને ચણા દાળના ભાવ 6000-6200 ઉપર હતા.
એરંડા
એરંડા વાયદામાં અન્ડરટોન નરમ જોવા મળ્યો હતો. જ્યારે દીવેલમાં લેવાળીખાસ જોવા મળી ન હોતી. ભાવ 920 ઉપર હતા.
એરંડા બજારમાં ગુજરાતમાં 28000-30000 ગુણીની આવકે સરેરાશ ભાવ 855-865 જ્યારે સૌરાષ્ટ્રમાં 2000-2100 ગુણીની આવકે ભાવ 830-847 ભાવ હતા. મુખ્ય પીઠામાં જગાણા 890, કડી 893, કંડલા 885, માવજી હરી 875-880, અને ગીરનારના ભાવ 870-875 ઉપર હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં સુસ્તી વાળા માહોલ વચ્ચે ભાવ મક્કમ જણાતા હતા. રાજકોટમાં રૂ-ગાંસડી 43500-43800 અને કપાસિયા 510-530 ઉપર ભાવ રહેલા હતા. જ્યારે માણાવદરમાં રૂ-ગાંસડી 43500-44000 અને કપાસિયા 545-550 ઉપર ભાવ હતા.
કપાસ બજારમાં દેશમાં 1,45,000 ગાંસડી, તેમજ ગુજરાતમાં 48000 ગાંસડીની આવક રહી હતી. સૌરાષ્ટ્રમાં 2,60,000-3,00,000 મણની આવકે સરેરાશ ભાવ 1000-1180 ઉપર હતા. રાજકોટમાં 38000 મણની આવક જોવા મળી હતી. કપાસિયા ખોળ રાજકોટમાં 900-1230, કડીમાં 1150-1160 અને માણાવદરમાં 1060 ઉપર ભાવ રહ્યા હતા.
સોના-ચાંદી
વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં ફેરફાર જોવા મળતા ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવ નરમ જણાતા હતા. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ
ભાવ 66,500 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 50,500 અને 22 કેરેટના ભાવ 47,650 ઉપર હતા. બિસ્કીટના ભાવ 5,05,000 ઉપર જોવા મળ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ