સેન્સેક્સમાં ૪૩૫, નિટીમાં ૧૩૭ પોઈન્ટનો મોટો કડાકો

ઓએનજીસીના શેરોમાં સૌથી વધુ પાંચ ટકાનો ઘટાડો,ICICI બેંક, બજાજ ઓટો અને મારુતિના શેર પણ તૂટ્યા

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મુંબઈ, તા. ૧૯
શેર બજારો શુક્રવારે સતત ચોથા દિૃવસે ગિરાવટ રહી અને બીએસઈ સેન્સેક્સ ૪૩૫ પોઇન્ટ તૂટીને ૫૧,૦૦૦ ની નીચે બંધ રહૃાો છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેક્ધ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના ઘટાડા સાથે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૩૪.૯૩ પોઈન્ટ એટલે કે ૦.૮૫ ટકા તૂટીને ૫૦,૮૮૯.૭૬ ના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૧૩૭.૨૦ પોઇન્ટ એટલે કે ૦.૯૧ ટકા તૂટીને ૧૪,૯૮૧.૭૫ પોઇન્ટની સપાટીએ બંધ રહૃાો છે. સેન્સેક્સ શેરોમાં ઓએનજીસીનો સૌથી મોટો ઘટાડો હતો. તેમાં લગભગ ૫ ટકાનો ઘટાડો થયો હતો. અન્ય શેરોમાં ઘટાડો થયો જેમાં એસબીઆઈ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો અને મારુતિનો સમાવેશ થાય છે. બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેક્ધ, એચયુએલ, ડો.. રેડ્ડીઝ, એનટીપીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જોર પકડ્યું. રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી અફેર્સના વડા વિનોદૃ મોદૃીએ કહૃાું કે, ઓલ રાઉન્ડ પ્રોફિટ બુિંકગના પગલે સ્થાનિક શેર બજારોમાં ઘટાડો થયો. બેંકો અને વાહન સૂચકાંકોમાં ૨ થી ૩ ટકાનો સુધારો થયો છે, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં ૫ ટકાથી વધુનો સુધારો થયો છે. તેમાં છેલ્લા પાંચ ટ્રેિંડગ સેશનમાં તેજી જોવા મળી હતી. તેમણે કહૃાું, છેલ્લા ત્રણ દિૃવસથી વેચવાલી સ્પષ્ટ દૃેખાઈ રહી છે. જો કે, રોકાણકારોને મધ્યમ અને નાની કંપનીઓના શેરોમાં રસ છે. આનું કારણ આ કંપનીઓમાં કમાણીના શ્યમાં સુધારો છે. જાપાનની નિક્કીએ એશિયાના અન્ય બજારોમાં નુકસાન ગુમાવ્યું હતું, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હોંગકોંગનું હેંગસેંગ અને દૃક્ષિણ કોરિયાના કોસ્પી નફામાં હતા. ભારતીય સમય મુજબ બપોર પછી યુરોપના મોટા બજારો ખુલી ગયા. દૃરમિયાન વૈશ્ર્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૧.૨૪ ટકા ઘટીને ૬૩.૧૪ ડોલર પ્રતિ બેરલ રહૃાો હતો.

રિલેટેડ ન્યૂઝ