સીંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવ સ્થિર

રાજકોટ :
સીંગતેલમાં સહિતના ખાદ્યતેલોમાં લેવાલી નહિ નીકળતા ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. મગફળી બજારમાં સ્થિરતા જોવા મળી હતી. જ્યારે ખાંડમાં આવકની વધતાની સાથે ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. ચણા બેસન બજાર પ્રમાણમાં ટકેલું હતું. એરંડા વાયદા નરમ જોવા મળ્યા હતા. જ્યારે રૂ કપાસ બજાર મક્કમ હતું. તેમજ સોના ચાંદી બજારમાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
મગફળી
મગફળી બજારમાં ભાવ ટકેલા જોવા મળ્યા હતા. ખાસ વેંચવાલી જોવા મળી નહોતી. રાજકોટમાં મગફળી જાડી 1210 – 1220, મગફળી જીણી 1260 -1270 જ્યારે જૂનાગઢમાં પીલાણ 22,300 જી 10 24,900, જી 20 24,100 અને ટી જે 37ના ભાવ 24,500 ઉપર નોંધાયા હતા. આવક 3000 ગુણીની જણાતી હતી.
ખાદ્યતેલો
સીંગતેલમાં બ્રાન્ડ વાળાની લેવાલી નહિ નીકળતા ભાવમાં જળવાયેલા હતા. જ્યારે સાઈડ તેલોના ભાવ સ્થિર હતા. રાજકોટમાં લૂઝના ભાવ 1435 -1440 જ્યારે કામકાજ 20- 25 ગાડી હતું. તેમજ 15 – 20 ટેન્કરના કામકાજ વચ્ચે કપાસિયા વોશના ભાવ 1090- 1095 ઉપર હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2360 – 2410, 15 કિગ્રા લેબલ ટીન 2340 – 2380, 15 લીટર નવા ટીન 2190 – 2260 અને 15 લીટર લેબલ ટીન 2160 – 2190 જ્યારે સાઈડ તેલોમાં કપાસિયા 15 કિગ્રા નવા ટીન 1890 – 1920, 15 કિગ્રા જુના ટીન 1860 – 1880, 15 લીટર નવા ટીન 1720- 1750, 15 લીટર જુના ટીન 1690 – 1710, વનસ્પતિ 1550 – 1660, પામોલિન 1780 – 1785, કોપરેલ 3130- 3180, દિવેલ 1585 – 1600, કોર્ન 1740 – 1780, મસ્ટર્ડ 1970 – 1990 અને સનફલાવરના ભાવ 2140 – 2160 ઉપર નોંધાયા હતા.
સિંગખોળ રાજકોટ માં 29000 અને જૂનાગઢમાં 500 ગુણીની આવક વચ્ચે ભાવ 29000 રહયો હતો.
ખાંડ
ખાંડ બજારમાં આવક વધતાની સાથે ભાવમાં સ્થિરતા જણાતી હતી.. રાજકોટમાં 200 ગુણીની આવક વધીને આજે 1000 ગુણીની આવક જોવા મળી હતી. ભાવ ડી ગ્રેડના 3480 – 3560 અને સી ગ્રેડના ભાવ 3580 – 3660 ઉપર રહયા હતા. ખાસ ઘરાકી જોવા મળી નહોતી
ચણા બેસન
ચણા બેસન બજાર ટકેલું જણાતું હતું. કાચા માલની બજારમાં ખાસ માંગ જોવા મળી નથી. તેમજ ખાસ ઘરાકી પણ નહીં હોવાના કારણે વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. રાજકોટમાં ચણા 4600 – 4700, બેસન 4500 – 4600 અને ચણા દાળના ભાવ 6000 – 6200 જણાતા હતા.
એરંડા
એરંડા વાયદા અંડર ટોન નરમ જોવા મળ્યો હતો. જ્યારે દિવેલના ભાવ 925 ઉપર રહ્યા હતા. લેવાલી નહિ હોવાથી વેપાર જણાતો નહોતો.
એરંડા બજાર ગુજરાતમાં 43,000 – 45,000 ગુણી આવક હતી. ભાવ 860 – 870 હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં 2000 ગુણીની આવકે સરેરાશ ભાવ 830 – 8666 ઉપર જોવા મળ્યા હતા. મુખ્ય પીઠામાં જગાણામાં શિપરની ખરીદી 890 માં થઈ હતી. જ્યારે કડી 890, ક્ધડલા 885 – 888 , માવજીહરી 880 – 885 અને ગિરનારના ભાવ 870- 880 ઉપર જણાતાં હતા.
રૂ- કપાસ
રૂ કપાસ બજારમાં મકકમ રહયુ હતું. રાજકોટમાં રૂ ગાંસડી 44,500 – 45,000, કપાસિયા 580 – 600 જ્યારે માણાવદરમાં રૂ ગાંસડી 44,700 – 45,000 અને કપાસિયા 580 – 590 ઉપર જોવા મળ્યા હતા.
કપાસ બજારમાં દેશમાં 1,00,000 ગાંસડી તેમજ ગુજરાતમાં 25,000 ગાંસડીની આવક રહી હતી. સૌરાષ્ટ્રમાં 1,45,000 મણની આવક હતી. ભાવ 1050 – 1260 ઉપર રહયા હતા.જ્યારે રાજકોટમાં 20,000 મણની આવક રહી હતી. સુરેન્દ્રનગર વાયદો 1245- 1246 ઉપર જોવા મળ્યો હતો.
કપાસિયા ખોળ કડીમાં 1300 – 1310 અને માણાવદરમાં 1170 હતો, રાજકોટમાં 1000- 1340 નોંધાયો હતો.
સોના-ચાંદી
વૈસ્વિક અર્થવ્યવસ્થામાં ફેરફાર જોવા મળતા ભારતીય સોના ચાંદી બજારમાં ભાવમાં ઘટાડો જણાતો હતો. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રા એ ભાવ 68,000 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 48,100 અને 22 કેરેટના ભાવ 44,900 એ નોંધાયા હતા. બિસ્કિટના ભાવ 4,81,000 ઉપર રહ્યા હતા

રિલેટેડ ન્યૂઝ