રિલાયન્સના ટેકે શેર માર્કેટમાં વિક્રમી તેજી

સેન્સેકસ 58000ને પાર અને રિલાયન્સનું માર્કેટ કેપ 16 લાખ કરોડને પાર

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઇ,તા.3
સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ભારે તેજી જોવા મળી અને સેન્સેક્સ 58 હજારને પાર થઇ ગયો. આજની તેજીમાં છયહશફક્ષભયનો સૌથી મોટો ફાળો છે. આજે છયહશફક્ષભયના શેરએ નવા રેકોર્ડ સ્થાપ્યો. એકવાર ફરી છયહશફક્ષભયનું માર્કેટ કેપ 16 લાખ કરોડને પાર પહોંચી ગયો. બપોરે 1.10 કલાકે છયહશફક્ષભયના શેર 3.5 %ની તેજીની સાથે 2368 રૂપિયાના સ્તર પર બિઝનેસ કરી રહ્યો હતો.
અત્યારસુધી, બિઝનેસ દરમ્યાન આ 2378 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો જે તેનો ઓલટાઈમ હાઈ છે. આ પહેલા 16 સપ્ટેમ્બર 2020ના રોજ રિલાયન્સના શેર 2369.60 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો જે તે સમયનો ઓલટાઈમ હાઈ હતો. 2369 રૂપિયાના સ્તરે રિલાયંસનો માર્કેટ કેપ આ સમયે 15.30 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સના શેરોમાં છેલ્લા ત્રણ કારોબારો સત્રોથી સતત તેજી ચાલી રહી છે. સાપ્તાહિક આધાર પર પાંચમા સપ્તાહ છે જયારે તેના શેરમાં તેજી ચાલી રહી છે.
આજે રિલાયન્સના શેરોમાં તેજી એટલા માટે જોવા મળી કારણકે કંપનીએ જસ્ટ ડાયલમાં કંટ્રોલિંગ સ્ટેક ખરીદ્યા છે. રિલાયન્સ રિટેલએ જસ્ટ દયાલમાં 25.36% ભાગીદારી ફરી ખરીદી લીધી છે. હવે જસ્ટ ડાયલમાં ભાગીદારી વધીને 40.98% થઇ ગઈ છે.
માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલના કારોબાર પર પણ ખરાબ અસર થઇ હતી. કોરોના મહામારીની બીજી લહેર બાદ એકવાર ફરી રિટેલ માર્કેટમાં માંગમાં તેજી આવી છે જેનાથી રિલાયન્સ રિટેલનું પ્રદર્શન સારું થવાની આશા છે. રિલાયન્સના રિફાઇનરી બિઝનેસમાં પણ સુધારો જોવા મળ્યો છે. આર્થિક અને બજારના જાણકારોનું કહેવું છે કે સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં આર્થિક ગતિવિધિમાં તેજી રહેશે જેથી રિટેલ અને રિફાઇનરી બિઝનેસમાં તેજી આવશે.
જીઓ પ્લેટફોર્મના બિઝનેસ પર નજર કરીયે તો વોડાફોન આઈડિયાને લઈને સતત ખરાબ સમાચાર જ આવી રહ્યાં છે. તેના 28 કરોડ યુઝર્સ છે. જેમાંથી મોટાભાગના યુઝર્સ ઝડપથી રિલાયન્સ જિયો અને એરટેલ તરફ વળી રહ્યા છે. જેને કારણે જિયોનું પ્રદર્શન સતત સારું થવાની પુરેપુરી આશા છે. નિષ્ણાતોનું કહેવું છે કે વોડાફોનના પતનથી જિયોને દર મહિને 7 મિલિયન યુઝર્સ મળવાની પુરેપુરી આશા છે. તેની સાથે જ જિયો ગુગલની સાથે મળીને સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેની પણ સકારાત્મક અસર જોવા મળશે. આ ફોન 10 સપ્ટેમ્બરે લોન્ચ થઇ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ